ઉત્તરાયણ પર ધાબા પરથી પડી જવાની અને કરંટ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેની વચ્ચે મહેસાણામાં એક દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં પતંગના કારણે 10 વર્ષના બાળકે જીવ ગુમાવવાનો નોબત આવી છે. આ ઘટના મહેસાણાના ખેરાલુ ખાતે મોટી હિરવાણી ગામ ખાતે બની છે.
આ અંગેની માહિતી અનુસાર, મહેસાણાના ખેરાલુમાં આવેલા મોટી હિરવાણી ગામના રાહુલ વણઝારા નામનો કિશોર પતંગ લુંટવા જતા કુવામાં પડ્યો હતો. ખેરાલુ તાલુકાના મોટી હિરવાણી ગામના કુવામાં પડી જતાં 10 વર્ષના કિશોરનું મૃત્યુ થયું છે. જેની સાથે જ ઉત્તરાયણના પર્વએ થયેલા મોતથી શોક નો માહોલ સર્જાયો છે.
મોટી હિરવાણી ગામમા આઠ ઘર વણઝારા સમાજના છે. જેમાં જીતુભાઈ વણઝારાનો દસ વર્ષનો દીકરો રાહુલ ઉત્તરાયણના એક દિવસ અગાઉ જ પતંગ લૂંટવા જતાં કૂવામાં પડ્યો હતો. જેના કારણે તેનું મૃત્યું થયું છે. આ પછી ખેરાલુ પોલીસ મથકમાં જાણ કરાતા પંચનામું કરી ડેડબોડી પીએમ માટે મોકલી છે.