ભારતના પહેલા ફઈનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ સિટીનું આકર્ષણ સતત વધી રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પણ ગિફ્ટ સિટી માટે દેશ વિદેશની કંપનીઓમાં આકર્ષણ જોવા મળ્યું હતું.
સમિટમાં ગિફ્ટ સિટીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, બીજા તબક્કાના ડેવલપમેન્ટમાં 8 લાખથી વધુ લોકો રહી શકે એટલા ઘર બનશે. આ માટે 2000 એકરનો એરિયા પણ નોટિફઇડ કરવામાં આવ્યો છે. હાલ ગિફ્ટ સિટીમાં 2 લાખ લોકો કામ કરે છે. વધુને વધુ કંપનીઓ અહી આવી રહી છે એટલે લોકોની સંખ્યામાં પણ વધારો થશે.
હસમુખ અઢિયાએ જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં અત્યારે ડિમાન્ડના પ્રમાણમાં સપ્લાય ઘણી ઓછી છે. અનેક કંપનીઓ અમારી પાસે આવી રહી છે પણ ગિફ્ટ સિટી પાસે પૂરતો સ્ટોક નથી. ફેઝ-2 માટે અહી રેસીડેન્શિયલની સાથે સાથે કોમર્શિયલ સ્પેસ પણ વધારવાનું અમારું વિઝન છે. અહી રહેનારા લોકોની સંખ્યા વધશે એટલે તેમને અનુરૂપ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે હોટેલ્સ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ્સ, બગીચા, સ્કુલ્સ વગેરે પણ ડેવલપ કરવા પર ફેકસ છે.
પહેલા તબક્કામાં બે ભાગમાં ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું જેમાં એક ભાગમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટડેવલપ થયું છે. આ ભાગમાં દેશ-વિદેશની 580 જેટલી કંપનીઓ કાર્યરત છે જેમાં 2 લાખથી વધુ લોકો કામ કરે છે. ટોપ ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેવરેબલ પોલિસીના કારણે ઘણી વિદેશી કંપનીઓ IFSC અને ગિફ્ટ સિટીમાં આવવા રસ બતાવી રહી છે. ગિફ્ટ સિટીમાં હાલમાં 3 આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટોક એક્સચેન્જ, 9 વિદેશી સહિત કુલ 25 બેંક, 26 એરક્રાફ્ટ લિઝર્સ, 80 ફ્ંડ મેનેજર્સ કાર્યરત છે. તાજેતરમાં ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન શરૂ કરવા માટે મંજૂરી આપી છે.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયાનાચેરમેન અને સાવી ઇન્ફ્રાના સ્ડ્ઢ જક્ષય શાહે કહ્યું કે, ગિફ્ટ સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઘણું ફસ્ટ થયું છે. બીજા તબક્કાના વિસ્તરણમાં ગિફ્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) એક બીજાના પુરક સાબિત થશે. જોકે, હજુ વાત પ્રાથમિક સ્તરે હોવાથી ડેવલપમેન્ટના રેગ્યુલેશન અંગે ક્લેરિટી આવે પછી જ કઈ કહી શકાય. ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બીજા કરતા ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે. આસપાસમાં પણ ઘણો વિકાસ થઇ રહ્યો છે જેનાથી આગળ જતા ફયદો થશે.