અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 12.29 વાગ્યાના મુહૂર્ત સમયે જ ગુજરાતના મહાનગરોમાં ચાર બાળકોનો જન્મ થયો,વડોદરાના પરિવારમાં 19 વર્ષ બાદ મહિલાએ વિજય મુહૂર્તમાં પુત્રને જન્મ આપ્યો

Spread the love

 

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 12.29 વાગ્યાના મુહૂર્ત સમયે જ ગુજરાતના મહાનગરોમાં ચાર બાળકોનો જન્મ થયો હતો. જેમાં સુરતમાં 12.29 વાગ્યે દીકરીનો તો રાજકોટમાં બે બાળકનો જન્મ થયો હતો. જ્યારે વડોદરાના પરિવારમાં 19 વર્ષ બાદ મહિલાએ વિજય મુહૂર્તમાં પુત્રને જન્મ આપ્યો હતો અને તેનું નામ રઘુવીર રાખ્યું છે. બાળકોની કિલકારીઓથી પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ સુરતમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે 28 ડિલિવરી થઈ હતી. 16 બાળકો અને 12 બાળકીનો જન્મ થયો હતો. સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં આજે પ્રસુતિ કરાવવા આવનાર મહિલાઓની નોર્મલ કે સિઝર ડિલિવરી વિનામૂલ્યે કરવામાં આવી રહી છે. જેને લઈ આજે અત્યારસુધીમાં 16 જેટલી ડિલિવરી કરાવવામાં આવી છે. જે પૈકી એક મહિલાએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે દીકરીને જન્મ આપ્યો હતો. 12.29 વાગ્યે જ આ મહિલાએ દીકરીને જન્મ આપતા પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે ગાયનેક વોર્ડ ઇન્ચાર્જ તરીકે કામ કરતી બંસી જીતેન્દ્ર ઘવાને આજે હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી. જેનું સિઝેરિયન કરવાનું હતું. જેથી તેમનો સમય 12.29 કલાક રાખવામાં આવ્યો હતો અને એ દરમિયાન જ તેમની ડિલિવરી કરવામાં આવી હતી અને તેમને માતા સીતારૂપી દીકરીને જન્મ આપ્યો હતો.

બંસીના પતિ જીતેન્દ્ર પણ ડાયમંડ હોસ્પિટલમાં કામ કરતા હોવાથી તેઓ પણ તેમની સાથે હતા. દીકરીના જન્મ થતા પિતાનું હૃદય ગદગદ થઈ ગયું હતું. આ સાથે જ હોસ્પિટલના સ્ટાફે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે દીકરીને જન્મ આપતા સ્ટાફમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

અતુલ ઘવાએ જણાવ્યું હતું કે, આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે મારા ભાભીએ દીકરીને જન્મ આપ્યો હતો. જેથી પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સાથે જ દીકરીનો જન્મ થતાં તેનું નામ સીતા રાખવામાં આવ્યું છે. જ્યારે તેનું હુલામણું નામ શિયા રાખ્યું છે.

વડોદરાની રાવપુરા રોડ ઉપર આવેલી સુવિદ હોસ્પિટલમાં પિન્કીબેન અઠવાણીએ 12.39ના વિજય મૂહુર્તમાં પુત્રને જન્મ આપ્યો હતો. હોસ્પિટલ દ્વારા પિન્કીબેનને આજે ડિલિવરીની તારીખ આપી હતી. આથી તેઓને મોડીરાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સવારે પતિ વિપુલ અઠવાણી, સસરા ટોનીભાઈ વંજાણી, સાસુ વર્ષાબેન વંજાણી સહિત પરિવારજનો બાળક જન્મના વધામણાં કરવા માટે આવી પહોંચ્યા હતા.

એક તરફ અયોધ્યામાં ભગવાના રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવની સાથે વડોદરા શહેરમાં પણ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી હતી. દરમિયાન 12 કલાકે પિન્કીબેન કોઠવાણીને ડિલીવરીરૂમમાં લઈ જવાયા હતા. એક તરફ અયોધ્યામાં ભગવાન શ્રીરામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 12.29 વાગ્યે થઈ હતી. ત્યારબાદ પિન્કીબેને 12.39 વાગ્યે પુત્રને જન્મ આપ્યો હતો.

ડિલિવરીરૂમમાંથી નર્સોએ બહાર આવીને પરિવારજનોને રામ પધાર્યા હોવાનો મેસેજ આપતા જ પરિવારજનોએ જય શ્રીરામના જયઘોષ કરીને પુત્ર જન્મને વધાવી લીધો હતો. પતિ વિપુલ, નાના-નાની સહિત પરિવારજનો હર્ષના આંસુ રોકી શક્યા નહોતા. નાના ટોનીભાઈએ મિઠાઇ મગાવી જમાઇ વિપુલ સહિત પરિવારજનોનું મોં મીઠું કરાવ્યું હતું.

પતિ વિપુલભાઇ અઠવાણીએ પુત્ર જન્મની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પત્નીની પ્રથમ ડિલિવરીમાં પુત્રના જન્મથી હું ખુશ છું. એક તરફ અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ અને બીજી તરફ મારી પત્ની પિન્કીએ રામરૂપી પુત્રને જન્મ આપ્યો છે. આ ઘડી મારી જિંદગીની અવિસ્મરણિય બની રહેશે. મેં પહેલાંથી વિચાર્યું રાખ્યું હતું કે, જો પુત્ર જન્મ થશે તો તેનું નામ રઘુવીર રાખીશ અને પુત્રીનો જન્મ થશે તો સીયા રાખીશ. આજે હું બહું ખુશ છું.

દીકરી પિન્કીએ પુત્રને જન્મ આપતા અપાર ખુશી વ્યક્ત કરતા નાનાભાઈ ટોનીભાઈ અને નાની બહેન વર્ષાબેને જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં 19 વર્ષ પછી પુત્રનો જન્મ થયો છે. તેમાંય અયોધ્યામાં ભગવાન રામલલ્લા પધાર્યા છે અને બીજી અમારા ઘરે રઘુવીર પધાર્યા છે. અમે કોઇ પિન્કીની ડિલિવીરી માટે આયોજન કર્યું નહોતું. પરંતુ, જોગાનુજોગ દીકરી પિન્કીએ 12.39ના વિજય મૂહુર્તમાં જ પુત્રને જન્મ આપ્યો છે. અમે ભગવાન રામચંદ્રજીનો આભાર માનીએ છે.

સયાજી હોસ્પિટલમાં આવેલા રુકમણી ચૈનાની પ્રસુતિ ગૃહ ખાતે શુભ મુહૂર્તમાં પાંચ બાળકો અને બે બાળકીનો જન્મ થયો હતો. શુભ મુહૂર્તમાં જ બાળકોનો જન્મ થતા તેમની માતાઓ સહિત હોસ્પિટલના ગાયનેક વિભાગના સ્ટાફમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે 12 કલાકે સ્વસ્થ બાળકને જન્મ આપનાર સાવલી તાલુકાના લાંડાપુરા ખાતેના ધારા યોગેશકુમાર પરમારે જણાવ્યું હતું કે, 12 વાગ્યે છોકરાનો જન્મ થયો છે. શુભ મુહૂર્તમાં એટલે હું તેનું નામ શ્રીરામ અથવા તો રામલલ્લા તેનું નામ રાખીશ. આજનો દિવસ ખૂબ જ શુભ છે અને મને ખૂબ જ સારું લાગે છે તેમ જણાવ્યું હતું.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત સમયે જ બાળકનો જન્મ થતાં પરિવાર અને હોસ્પિટલ સ્ટાફના ખુશીની લહેર પરિવારજનોની આંખો ખુશીથી છલકાઇ ગઈ હતી. રામજી અયોધ્યા પધાર્યા ત્યારે જ પરિવારમાં બાળકનો જન્મ થતાં હર્ષોલ્લાસની અનુભતી સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળી હતી. અહીં જનાના હોસ્પિટલમાં આજે એક બાળકનો જન્મ થયો હતો. જેથી હોસ્પિટલ સ્ટાફ અને પરિવારજનોમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે. પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત સમયે જ બાળકનો જન્મ થતાં પરિવાર અને હોસ્પિટલ સ્ટાફના ખુશીની લહેર જોવા મળી હતી.

શહેરની પ્રભુકૃપા હોસ્પિટલમાં જન્મેલા બાળકના પિતા હેમાંગ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં ખૂબ ખુશીનો માહોલ છે. જાણે મારા ઘરે ભગવાન રામ પોતે અવતર્યા હોય તેવું લાગી રહ્યું છે. આજનો દિવસ ખૂબ મહત્વનો છે. વર્ષો બાદ રામલલ્લાનું આજે અયોધ્યામાં સ્થાપન થયું છે. સાથે અમારે ત્યાં પુત્ર જન્મ થતા તેની ધામધૂમથી ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કોઈ પ્લાન્ડ ડિલિવરી નહોતી. અમારે તારીખ જતી રહી હતી. વધુ રાહ જોવાથી કોમ્પ્લિકેશન ઉભા થવાની શક્યતા હતી. આ કારણે ડોક્ટરની સલાહ મુજબ અચાનક જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. જેમાં જોગાનુજોગ આજનો દિવસ અને પરફેક્ટ સમય આવ્યો તે ખરેખર રામકૃપા છે.

સિવિલ હોસ્પિટલમાં જન્મ લેનાર બાળકના પિતા સુનારભાઈએ જણાવ્યું હતું કે, મારે ત્યાં આજે પુત્રનો જન્મ થયો છે. આજના પવિત્ર દિવસે બાળકનો જન્મ થતા ખૂબ આનંદની લાગણી છે. મારા સહિતનાં સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સિવિલમાં સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન આજના પવિત્ર દિવસે મારે ત્યાં પુત્ર અવતરશે તેવી કલ્પના પણ નહોતી. અચાનક સવારે જ પત્નીને દુખાવો ઉપડતા અહીં લાવ્યા હતા. નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં સમય પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હોવાથી

સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર કમલ ગોસ્વામીએ આ તકે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં આજના દિવસે અને સમયે બાળકોની ડિલિવરી માટે અનેક લોકોએ પ્રયાસ કર્યા હતા. જોકે સિવિલ ખાતે પ્લાન્ડ ડિલિવરી જેવી કોઈ સિસ્ટમ હોતી નથી. અહીં દર્દીની જરૂરિયાત પ્રમાણે ત્વરિત નિર્ણય લેવાતો હોય છે. ત્યારે આજે એક સામાન્ય પરિવારની મહિલાને સવારે દુખાવો ઉપડતા અહીં ખસેડવામાં આવી હતી. જરૂરી રિપોર્ટ અને તપાસ બાદ તેની પ્રસુતિ જરૂરી હોવાથી તરત જ પ્રસુતિ કરાવવામાં આવી હતી. જેમાં 2 કિલો 800 ગ્રામનાં સ્વસ્થ પુત્રનો જન્મ થયો છે. જેમાં ભગવાન તો ગરીબનો પણ હોવાની વાત સાર્થક થઈ છે.

સમગ્ર દેશમા રામ ભક્તિનો માહોલ જામ્યો છે. તેવામાં અમદાવાદની અનેક ગાયનેક હોસ્પિટલમાં આજના દિવસે બાળકને જન્મ આપવા માટેનું પ્રિ-બુકિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદની સાઉથ બોપલ ખાતે આવેલી સાંનિધ્ય મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમાં આજના દિવસે સાત સગર્ભાની ડિલિવરી માટે પ્રિ-બુકિંગ કરવામાં આવ્યું હતું. જે મહિલાઓની ડિલિવરી તારીખ આસપાસની હતી તેવી મહિલાઓને ખાસ ઇચ્છા હતી કે, આજના દિવસે તેમનું બાળક દુનિયામાં પ્રથમ શ્વાસ લઈ શકે.

આજના દિવસે બાળકને જન્મ આપવાની ઇચ્છા ધરાવતાં એક પિનલબેન રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, ‘મારી નોર્મલ ડિલિવરી છે. ડોક્ટર પહેલાથી બાળકના જન્મ માટે જાન્યુઆરી માસની આ તારીખ આપવામાં આવી હતી. આથી મારી ખાસ ઇચ્છા હતી કે, જ્યારે સમગ્ર દેશ આજના દિવસને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યુ છે. આથી મારી અને મારા સમગ્ર પરિવારની ખૂબ ઈચ્છા છે કે આજના દિવસે જ મારું બાળક દુનિયા જન્મ લે. આ અગાઉ મારી એક પુત્રી છે. તથા આજે જે બાળક જન્મ લેશે તેનું નામ રાશિ મુજબ ભગવાનના નામ પરથી જ બાળકનું નામ રાખીશું તેવી મારી અને સૌ પરિવારજનોની ઈચ્છા છે.

સાંનિધ્ય મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો. અર્ચના શાહે તેમની હોસ્પિટલમાં આજના દિવસે જન્મ લેનાર બાળકો માટે ખાસ વ્યવસ્થા કરાવી છે. તેમણે જણાવ્યું હતું કે, આજના દિવસે બાળકને જન્મ આપવાની ઇચ્છા રાખતી 7 ગર્ભવતી સ્ત્રીઓએ અગાઉથી જ બુકિંગ કરાવી દીધું છે. તેમાં ચાર નોર્મલ ડિલિવરી અને ત્રણ મહિલાઓ સિઝેરિયન દ્વારા બાળકને જન્મ આપશે. આ ઉપરાંત હોસ્પિટલમાં જન્મ લેનાર બાળકો માટે ખાસ કેસરી રંગની ખાદીમાંથી તૈયાર કરેલી ગોદડી બનાવવામાં આવી છે. બાળક જન્મ લેશે એને ભગવાન શ્રીરામના ચિત્રવાળા કપડા પહેરાવવામાં આવશે. આ કપડાઓ પર જય શ્રીરામ અને ક્યૂટેસ્ટ રામ લખેલું છે. તદુપરાંત હોસ્પિટલને પણ રામમય વાતાવરણમાં રાખવા માટે કેસરિયા ધ્વજ લગાવવામાં આવ્યા છે તથા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પૂરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com