કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની શ્રી અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ અને બિહેવિયરલ ફોરેન્સિક્સ પર આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને તા.૨૩મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ઉદ્ઘાટન કર્યું. અતિથિ વિશેષ તરીકે માનનીય શ્રી ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રા, અધ્યક્ષ- NIIRC; શ્રી ઋષિકેશ પટેલ, માનનીય શિક્ષણ, કાયદો અને ન્યાય મંત્રી; શ્રી હર્ષ સંઘવી. માનનીય ગૃહ
રાજ્ય મંત્રી અને શ્રી પ્રિયંક કાનૂન્ગો, અધ્યક્ષ- NCPCR ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. જે.એમ. વ્યાસ. કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ જણાવ્યું હતું કે વિશ્વ કક્ષાનું આ સેન્ટર ઓફ એક્સેલેન્સ અત્યાધુનિક ઇન્ફાસ્ટ્રક્ચરથી સંપન્ન છે, જે સાયબર ક્રાઈમ સામેના પડકારોને પહોંચી વળવા તપાસકર્તાઓને મદદરૂપ થશે. ટેક્નોલોજીના રુપયોગ દ્વારા થતા ડિજિટલ ગુનાઓના નિવારણ માટે વિશિષ્ટ સહાય અને દિશા પ્રદાન કર્યું હતું. સેન્ટર ઑફ એક્સેલન્સ ઈન ડિજિટલ ફોરેન્સિક્સ (CoEDF)
ડિજિટલ ફોરેન્સિક્સ ક્ષેત્રના નિષ્ણાતો, તજજ્ઞોને એકમંચ હેઠળ લાવનારું વિશિષ્ટ કેન્દ્ર પણ બની રહેશે. સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ (CoEDF) એ ગાંધીનગર કેમ્પસ ખાતેનું પાંચમું સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે. અન્ય ચાર સેન્ટર ઓફ એક્સેલન્સમાં એન.ડી.પી.એસ., સાયબર સિક્યોરિટી, ઈન્વેસ્ટિગેટિવ એન્ડ
ફોરેન્સિક સાયકોલોજી અને ડીએનએ ફોરેસિક્સનો સમાવેશ થાય છે. ડો. વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) અને ઈન્ડિયા સોસાયટી ઓફ ક્રિમિનોલોજી, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW), રાષ્ટ્રીય બાળ અધિકાર રક્ષણ આયોગ માટે (NCPCR) અને ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ (GSHRC)ના સહયોગથી આ ત્રિ- દિવસીય પાંચમી આંતરરાષ્ટ્રીય અને ૪૪મી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.