મોદીજી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરશે, ત્યારે ગુજરાત પણ 26 સીટ જીતીને હેટ્રિક કરશે : ભુપેન્દ્ર પટેલ

Spread the love

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પૂરી થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે લોકસભા ચૂંટણીના ઉમેદવારની જાહેરાત કર્યા વગર જ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું શરૂ કર્યું છે. આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુજરાત અધ્યક્ષ સી.આર. પાટીલ એવું બોલ્યા હતા કે, અમિત શાહની લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન તો શું સી.આર પાટીલે પેપર ફોડી દીધું છે? અમિત શાહ લોકસભા ચૂંટણી ગાંધીનગર બેઠક પરથી લડશે? … જો આવું છે તો સમજો કે આજે ભાજપે દેશના લોકસભા ચૂંટણીના પહેલાં ઉમેદવાર જાહેર કરી દીધા છે.

ગુજરાતની 26 સીટ પર ભાજપના ઉમેદવારની જાહેરાત વગર જ લોકસભા કાર્યાલય ખોલવામાં આવ્યું છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપનું કાર્યાલય ખોલવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના શંખનાદમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. નડ્ડા ગાંધીનગર લોકસભા કાર્યાલયના ઉદઘાટનમાં હાજર રહ્યા હતા. ગુજરાતમાં સાથે 26 લોકસભા સીટના ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.

જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે બોલો જય શ્રીરામ…જય

જય શ્રીરામ… લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 26

બેઠક માટે તમામ જગ્યાએ કાર્યાલયના શ્રીગણેશ કર્યા છે.

2024ની ચૂંટણી માટે લોકસભા કાર્યાલયની વ્યવસ્થા બનાવી

છે, જેમાં 26 સીટના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું

છે. સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલને એટલે અભિનંદન,

કેમ કે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ કાર્યાલય

ખોલવામાં આવ્યું છે. ભાજપ ફર્સ્ટ, ગુજરાત ફર્સ્ટ અને

પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઈન્ડિયા ફર્સ્ટ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત બે વખતથી 26માંથી

26 બેઠક આપી રહ્યું છે. 2024માં પણ 26માંથી 26 બેઠક

આપશે. ગુજરાતમાં ભાજપ સંગઠનને વિકસિત કરવાની

પદ્ધતિ ખૂબ મહત્ત્વની છે, જેને આખા દેશમાં અમલ કરી

છે. સંગઠન કેવી રીતે મજબૂત કરી શકાય? આગળ કેવી

રીતે વધારી શકાય? એ નરેન્દ્ર મોદીમાંથી શીખ્યા છીએ. ન

ભૂતો, ન ભવિષ્યતિ હોય એવું સંગઠન છે. 70 વર્ષ કોંગ્રેસ

અને અન્ય પક્ષોએ જાતિ આધારિત, વિસ્તાર આધારિત

રાજકારણ કરી પોતાના ઘર ભરવાની રાજનીતિ કરી છે, પણ

નરેન્દ્ર મોદીએ રાજકારણ બદલી નાખ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્યક્તિ પોતાના રિપોર્ટકાર્ડ લઈને જનતા વચ્ચે જવું પડે એવી રાજનીતિ કરી નાખી છે. જાતિ જનગણનાના આધારે વોટ લેવા માટે ઈન્ડિયા રાજનીતિ કરતું હતું, પણ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂત, ગરીબ, વૃદ્ધ અને યુવા એમ ચાર જ જાતિ છે. ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના તો ખેડૂતોના હાથમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જ આવી ગઈ હતી. કોટનનું ઉત્પાદન 35 ટકા વધ્યું. 1 ટ્રિલિયનનો ધંધો દૂધક્ષેત્રમાં થાય છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના, ખિલખિલાટ અને પ્રધાનમંત્રી બન્યા બાદ આયુષ્ય યોજના આપી. 10 વર્ષ પહેલાં ધારાસભ્યો કહેતા કે 5 લાખ આપો, ઓપરેશન કરવાનું છે, 1.5 લાખ આપો, ઓપરેશન કરવાનું છે, પણ આયુષ્યમાન ભારત યોજના થકી કેન્દ્ર 5 લાખ અને ગુજરાત રાજ્ય 5 લાખ મળી કુલ 10 લાખની સહાય મળે છે. આ યોજનાનો લાભ ગરીબ માણસોને જ મળે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2014 વખતે 11મા ક્રમે આર્થિક સ્તરે હતા. જ્યારે આજે 200 વર્ષ રાજ કરનારા બ્રિટનને પછાડીને 5મા નંબર પર છે. જો મોદી આવશે તો ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બની જશે.

જાપાન કરતાં વધારે ઓટોમોબાઈલક્ષેત્રમાં છે. 2024માં કેમ મોદી? કેમ ભાજપ? કેમ કે સપનું અને લક્ષ્ય છે કે કોઈ ગરીબ ન રહે અને બધા આગળ વધે. ગરીબ કલ્યાણ યોજનાને કારણે 80 કરોડ લોકોને રેશન મળે છે, જ્યારે આઈએમએફ કહે છે કે 13 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જ્યારે નીતિ આયોગ કહે છે કે લગભગ 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવી ગયા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે બધા રામનું નામ બોલે છે.કોંગ્રેસ અમને કહે કે તમે રામના ચેમ્પિયન છો એટલે અમે કહીએ કે જે સમયે તમે અવરોધ ઊભા કરતા હતા એ સમયે ભાજપનો કાર્યકર કહેતો કે મારું જીવન રામને નામ. ઈન્ડિયા એલાયન્સનો એજન્ડા છે, મોદી હટાવો અને મોદી કહે છે કે ભારત આગળ વધે. ઈન્ડિયા એલાયન્સનો એજન્ડા પરિવાર બચાવો, પ્રોપર્ટી બચાવો અને ભ્રષ્ટાચારના આરોપોથી બચો. મુલાયમ, અખિલેશ, ડિમ્પલ પછી ફુલ સ્ટોપ બંગાળમાં ફોઈ-ભત્રીજાની પાર્ટી, કાશ્મીરમાં પરિવારવાળી પાર્ટી, શરદ પવાર, સુપ્રિયા સુલેહ, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરેએ પરિવારવાળી પાર્ટી. ઈન્ડિયા એલાયન્સ આ બચાવવા માગે છે. આ લોકો પર કેસ છે કે નહિ? સરદાર પટેલે લોકોને એક કર્યા, પણ કાશ્મીર રહી ગયું હતું, એટલે મોદી અને શાહે 370 દૂર કરી.

તેમણે છેલ્લે જણાવ્યું હતું કે 1993માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યો ત્યારે કોને મકાન આપવા એ પ્રશ્ન હતો. જ્યારે આજે 4 કરોડ મકાન આવાસ યોજના હેઠળ આપવામાં આવ્યા છે. કોઈ કાચા મકાનમાં ન રહે એ મોદીજીનું સપનું છે, એટલે મોદી 2024માં જરૂરી છે. પહેલા બોર્ડર પર પાકિસ્તાનમાંથી ગોળી ચાલે ત્યારે 4થી 5 જગ્યાએ મેસેજ આપીએ ત્યારે દિલ્હીથી કહેવાતું હતું કે તમને કહીએ છીએ અને ત્યાં સુધી જવાનો બંદૂક લઈને ઊભા રહેતા હતા. મોદીજી આવ્યા પછી તેમણે કહ્યું કે જવાબ આપી શાંત કર્યા પછી અમને રિપોર્ટ કરવાનો. પહેલાં બ્લાસ્ટના સમાચાર આવતા હતા, પણ આજે આતંકવાદી પકડાયા હોવાના સમાચાર આવે છે.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 5 લાખ કરતાં વધારે લીડથી સીટ જીતવાનો વિશ્વાસ નડ્ડાજીને અપાવીએ. જ્યારે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે મોદીજી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરશે. ત્યારે ગુજરાત પણ 26 સીટ જીતીને હેટ્રિક કરશે. કાર્યો પૂરાં થાય છે એટલે અઘરા ટાર્ગેટ નક્કી કરી પૂરા કરીએ છીએ. 2022માં 52 હજારમાંથી 15700 બૂથ પર માઈનસ હતા. 5 લાખથી વધારે લીડથી જીતવું છે.

નારાને આધારે ચૂંટણી ન જિતાય. વિધાનસભામાં મત મળ્યા છે એના કરતાં વધારે મત મેળવવાનો ટાર્ગેટ ગૃહમંત્રી પોતાના મતવિસ્તારને નર્સરીને જેમ સંભાળે છે. ગુજરાત પહેલું રાજ્ય છે, જ્યાં એક સાથે 26 લોકસભા કાર્યાલયનું ઉદઘાટન છે. ઉમેદવારનું કાર્યાલય નથી, ઉમેદવાર તો નક્કી થયા પછી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com