ગુજરાતમાં ૨૫ વર્ષથી એક હથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે, ત્યારે પ્રજાના કામોથી લઈને અને ટેલેન્ટેડ નવી પ્રયોગશાળા કરીને આજે દેશમાં ભાજપનું લેવલ સૌથી મોટું બન્યું છે, આજના યુવાનોને રાજકારણમાં આવવા અનેક પ્રયાસો કરવા પડે ત્યારે એક લાખ નહીં પણ પાંચ લાખમાંથી એક માંડ એમએલએ બને ત્યારે રાજકારણમાં એન્ટ્રી મારવા અને સપના જાેતા અનેક ટેલેન્ટેડ યુવાનોને જે મોટી કંપનીઓ તગડા પગાર પેકેજ આપે છે, તે હવે આવનારા દિવસોમાં ટેલેન્ટેડ યુવાનોની ખોજ ભાજપ કરી રહ્યું છે, વર્ષોથી એકબીજા નેતાની આંગળી પકડીને અને પાય લાગુ કરીને રાજકારણમાં એન્ટ્રી મારવા અનેક લોકો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ચમચા ગીરી વાળા એન્ટ્રી મેળવે છે, ટેલેન્ટેડ નહીં મેળવી શકતા. હવે સિસ્ટમ રાજકારણમાં પણ બદલાશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી વંશવાદ થી લઈને સમાજવાદ પર ચાલતું રાજકારણ આવનારા વર્ષોમાં ઇતિહાસ બની જશે ભાજપ હવે ટેલેન્ટેડ યુવાનોની ભરતી કરીને દેશને નહીં પણ દુનિયાને કંઈક બતાવવા માંગે છે,
અનેક યુવાનોને આગળ આવવાની તક મળવી જાેઇએ તે બાબત ભાજપ પોતાના પ્રચારમાં પણ પ્રથમ લેશે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપ હવે પોતાની યુવાન કેડરમાં દેશના ટેલેન્ટેડ યુવાનોની ભરતી કરવા માંગે છે. જેમને રાજકારણમાં આવવાની પ્રબળ ઇચ્છા છે, કંઇ કરી બતાવવું છે, પરંતુ રાજકારણના પ્રવાહોમાં હજુ એન્ટ્રી મારી નથી, તેવા યુવાન-ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોફેશનલ્સની ભાજપ ભરતી કરવા જઇ રહ્યું છે.
આવા યુવાનો નેતાઓની ચમચાગીરી કરીને આગળ આવેલાં હોય કે પક્ષના પ્રચાર કે રેલીઓમાં સતત હાજરી આપતા હોય તે જરૂરી નથી, કારણ કે બુદ્ધિપ્રતિભાથી સમાજને અને અર્થતંત્રને નવી દિશા આપતા આવાં યુવાન પ્રોફેશનલ્સની ભાજપને જરૂર છે અને આવી રીતે પાંચથી દસ વર્ષમાં ભાજપનું એક નવું રૂપ પણ સામે આવશે, જ્યાં ભાજપ આવા યુવાનોની પાર્ટીમાં ભરતી કરીને પોતાની એક અલગ પાવરફુલ કેડર ઊભી કરશે. પ્રાથમિક ગ્રૂમિંગ દરમિયાન આવા યુવાનોને માસિક ૫૦ હજારથી લઇને ૫ લાખ સુધીનું સ્ટાઇપેન્ડ પણ મળશે. આ યુવાનો ટેલેન્ટેડ હશે તો તેમનો સ્કોર જાેઇને ભવિષ્યમાં ચૂંટણી પણ લડશે અને સાંસદ, ધારાસભ્ય કે મંત્રી પણ બની શકશે.
આ માટે ભાજપની જ એક સંસ્થા વરાહને દેશભરમાંથી આઇઆઇએમ, આઇઆઈટી, મેનેજમેન્ટ, મેડિસીન પીએચડી, અર્થશાસ્ત્ર, પત્રકારત્વ તથા કમ્યુનિકેશન, સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સહિતના શૈક્ષણિક સંસ્થાનોમાં અભ્યાસ કરતાં યુવાનોને પસંદ કરવાનું ટાસ્ક અપાયું છે. અભ્યાસ પૂર્ણ થયે આ યુવાનોને તેમની ક્ષમતા મુજબની ડ્યુટી સોંપાશે. આ યુવાનોને ભવિષ્યમાં પીએમઓ અને તે ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો કે પક્ષના સંગઠન કાર્યાલયમાં નોકરી મળશે. અહીં તેઓની કાર્યશૈલી અને તેમના યોગદાનની સમીક્ષા કર્યા બાદ તેમને રાજકારણમાં સીધી એન્ટ્રી પણ મળશે.
અગાઉ ૈંમ્સ્ અને વરાહ યુવાનો પાસે ચૂંટણી સરવે જેવા કામ કરાવી ચૂકી છે… આ અગાઉ વરાહ ઉપરાંત ભાજપ સાથે સંકળાયેલા લોકોની એજન્સી આઇબીએમ, પ્રશાંત કિશોરની સીએજી, ચૂંટણીલક્ષી સરવેની કામગીરી યુવાનો પાસે કરાવી ચૂકી છે. આ સરવેેને આધારે ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરા અને પ્રચારના મુદ્દા તૈયાર કર્યાં છે. વરાહને ભાજપે છત્તીસગઢમાં કામે લગાડી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. જાે કે હવે આ કામ માત્ર ચૂંટણીલક્ષી કે સર્વે પૂરતું મર્યાદિત રાખવાને બદલે પોતાની ટીમ બિલ્ડિંગ સુધી વિસ્તારવામાં આવશે.
આ પ્રોફેશનલ્સ શું કામ કરશે… આ પ્રોફેશનલ્સનું કામ સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ એટલે કે વ્યૂહાત્મક વ્યવસ્થાપનનું રહેશે. જેમાં તેઓએ ભાજપ સરકાર કે પક્ષ માટે અલગ-અલગ યોજનાઓ અને કાર્યક્રમો તૈયાર કરવાના રહેશે અને આ ઇનપુટને આધારે યોગ્ય લાગ્યે સરકાર અને પાર્ટી તેનો અમલ કરશે. આ ઉપરાંત તેમણે પોતાના જ્ઞાન અને અનુભવને આધારે વિવિધ માહિતીઓનો સંગ્રહ કરી તેનું વિશ્લેષણ કર્યા બાદ એક અલ્ગોરિધમ બનાવવાનો રહેશે જે સરકાર અને પાર્ટીના નવા એક્શન પ્લાનનો ભાગ રહેશે. ચૂંટણીઓમાં પ્રચાર, મતદાતાઓનું મોબિલાઇઝેશન સહિતની જવાબદારી પણ તેમની રહેશે. જાે તેઓ વડાપ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રીના કાર્યાલયમાં હોય તો તેમની કચેરીની કાર્યપદ્ધતિ માટે પણ તેમને યોગદાન સેવા આપવાનું રહેશે.દેશના દરેક રાજ્યના યુવાનોને તક મળશે, જ્ઞાતિ-જાતિ કે ધર્મ નહીં જાેવાય… આ માટે ભાજપની સંસ્થા દેશભરના તમામ રાજ્યના આવાં ઇન્ટેલેક્ચ્યુઅલ યુવાનોનો ડેટા એકત્રિત કરશે અને જાે માફક આવશે તો આવાં યુવાનોને પોતાની ટીમમાં સમાવી લેશે. આ માટે કોઇ જ્ઞાતિ-જાતિ કે ધર્મને આધારે કોઇ પૂર્વગ્રહ કે અહોભાવ રાખવાને બદલે તટસ્થ રીતે દરેક વર્ગના યુવાનને પસંદ કરવામાં આવશે.
આવા યુવાનોની વિચારધારાનું સ્ક્રીનિંગ પણ થશે… યુવા પ્રોફેશનલ્સની પસંદગી માટે ભાજપની સંસ્થા માત્ર માર્કશીટ કે અન્ય રેકોર્ડ્સ ઉપરાંત તેમની વિચારધારાનું મોનીટરીંગ કરશે. આ માટે આરએસએસ કે ભાજપની યુવા અથવા વિદ્યાર્થી પાંખની સહાયતા લઇને તેમના ટ્રેક રેકોર્ડ્સ સાથે સ્કોર બનશે. તે સિવાય આ યુવાનોના મિત્ર ગ્રુપ, સોશિયલ મીડિયા પરની તેમની પોસ્ટ, જાહેર વર્તણૂક, ક્રિમિનલ રેકોર્ડ સહિતની બાબતોની ચકાસણી કર્યા બાદ જ જે-તે યુવાનની પસંદગી કરવામાં આવશે. ભારતને આપણા વડવાઓએ કહ્યું હતું કે સોને કી ચીડિયા ત્યારે દેશમાં અનેક યુવાનો ટેલેન્ટેડ છે, ત્યારે હવે ટેકનોલોજી નો ઉપયોગ કરીને અનેક નવ યુવાનોને રાજકારણમાં એન્ટ્રી મળવાનો રસ્તો હવે ભાજપ ખોલશે આજ દિન સુધી કોઈએ જે વિચાર્યું નહીં હોય તેવું દેશમાં નવું માળખું ભાજપ લાવશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે,