અમદાવાદના એજન્ટ દ્વારા કલોલનાં વિદ્યાર્થી સાથે ઠગાઈ, ક્રિપા ઓવરસીઝ નામની કંપનીએ 24 લાખ પડાવ્યાં..

Spread the love

અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે આવેલ ક્રિપા ઓવરસીઝ નામની વીઝા કન્સલ્ટન્ટ કંપનીનાં ભાવેશ ચૌહાણે કેનેડાનાં વીઝા અપાવવાનાં બહાને છેંતરપીંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના એજન્ટ દ્વારા કલોલનાં વિદ્યાર્થી સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાનું પ્રકાશમાં આઆ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદને એજન્ટ દ્વારા કલોલના વિદ્યાર્થી સાથે ઠગાઈ આચરવા મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. ક્રિપા ઓવરસીઝ નામની કંપનીએ સુકુન પ્રજાપતિ પાસેથી 24 લાખ પડાવ્યા હતા. વિજય ચાર રસ્તા પાસે આવેલ ફોનિક્સ ટાવર સ્થિત ઓફીસમાં તાળા લાગેલા જોવા મળ્યા હતા. જે બાદ સુકુન પ્રજાપતિએ ક્રિપા ઓવરસીઝન માલિક ભાવેશ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એજન્ટ દ્વારા વિદ્યાર્થીને વિદેશ મોકલવાની લાલચ આપી ઠગાઈ કરી એજન્ટ ફરાર થયો હતો.

આ સમગ્ર મામલે સુકુન પ્રજાપતિ તેમજ અન્ય એક યુવક સાથે છેંતરપીંડી થતા સુકુન પ્રજાપતિ દ્વારા સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com