કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને છોકરા જેવી હરકતો કરીને લોકોને દાંત કાઢી કાઢીને ગોટે ચઢાવી દીધા, રાજ્યપાલ મુખ્યમંત્રી અને SFIથી નારાજ થઈને રસ્તા વચ્ચે ખુરશી નાખીને બેસી ગયા હતા અને પીએમ મોદી-શાહ સાથે વાત કરાવો તો જ અહીંથી હટીશ તેવું રટણ કર્યે રાખ્યું હતું.
કેરળના રાજ્યપાલ અને SFIના કાર્યકરો ફરી સામસામે છે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન કાળા ઝંડાના પ્રદર્શન પર ગુસ્સે થયા બાદ કોલ્લમમાં રસ્તાની વચ્ચે બેઠા હતા. તેઓ એસએફઆઈના કાર્યકરોની ધરપકડની માંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હું અહીંથી નહીં જાઉં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરો. ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરાવો, તેઓ વાત કરશે પછી જ અહીઁથી ઉઠીશ. જોકે કોઈ રીતે તેમને સમજાવી મનાવીને ઉઠાવાયા અને ટ્રાફિકને રાબેતા મુજબ ચાલુ કરી દેવાયો. તેમની આવી હરકતોથી ટ્રાફિક જામ કરાવી દીધો હતો.
મામલાની ગંભીરતા જોતા કેન્દ્ર સરકાર પણ હરકતમા આવી છે અને તાબડતોબ રાજ્યપાલને ઝેડ પ્લસ સિક્યુરીટી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ ભવનને આદેશ આપ્યો હતો.
રાજ્યપાલના વિરોધનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં સત્તાધારી સીપીઆઈ(એમ)ના વિદ્યાર્થી સંગઠન એસએફઆઈ (સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા)ના કાર્યકરોએ શનિવારે સવારે કોલ્લમમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન કેરળને કાળા ઝંડા બતાવ્યા હતા. આનાથી તેઓ ગુસ્સે થયા અને તેઓએ એમસી રોડ પર તેમનો કાફલો અટકાવ્યો. તેઓ સૌ પ્રથમ રસ્તાની વચ્ચે બેઠા. પોલીસ અધિકારીઓએ સમજાવ્યું તો તેઓ ચાની દુકાનની બહાર ખુરશી પર બેસી ગયા અને કહ્યું કે હું અહીંથી ખસીશ નહીં. પોલીસ એસએફઆઈને સમર્થન આપી રહી છે. તેઓ કાયદાનો ભંગ કરી રહ્યા છે. એસએફઆઈના કામદારો ગુનેગારો છે.
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કેરળ યુનિવર્સિટી સેનેટ માટે 4 વિદ્યાર્થીઓની નિમણૂક કરી હતી, પરંતુ કેરળ સરકારે આરોપ લગાવ્યો હતો કે નિયુક્ત વિદ્યાર્થીઓ આરએસએસ સાથે જોડાયેલા છે. તેમની વિચારધારા આરએસએસની છે. આનો વિરોધ કરતા સત્તાધારી સીપીઆઈ(એમ)નું વિદ્યાર્થી સંગઠન એસએફઆઈ ડિસેમ્બર 2023થી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.