આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે જ મહેસૂલ વિભાગનું અતિમહત્ત્વનું બિલ રજૂ કરવામાં આવશે. આ વખતે અત્યારસુધી સત્રમાં એક જ સરકારી બિલ રજૂ થવાનું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચર લેન્ડ સાઈટ એમેન્ડમેન્ટ આવતીકાલે જ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ હેઠળ ટ્રસ્ટની જમીનને બિનખેતી કરવાની સત્તા સરકાર પોતાના હસ્તક લઈ લેશે.
અત્યારસુધી આ જોગવાઈ હેઠળ કામગીરી માત્ર પરિપત્રને આધીન જ ચાલી રહી હતી. ત્યારે સરકાર સંપૂર્ણ સત્તા પોતાના હસ્તક કરી લેશે એ પ્રકારની જાણકારી મળી રહી છે. બીજી નોંધનીય બાબત એ છે કે આ વખતે સત્ર દરમિયાન શનિવારની બેઠક રદ કરવામાં આવી છે. રદ કરવામાં આવેલી બેઠકને ચાલુ દિવસ દરમિયાન એડજસ્ટ કરવામાં આવી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.