રાજ્યના GJ-18 એ ગુજરાતનું પાટનગર કહેવાય છે, ત્યારે હમણાં જ આરટીઆઇ એક્ટિવિસ્ટ પોતે શિક્ષણ ખાતાની આરટીઆઈ માહિતી મેળવીને શાળાના સંચાલકોને ધમકાવીને પૈસા પડાવતા હોવાનું સામે આવતા અને ૪૦૦ જેટલી ફાઈલો પણ આ આરટીઆઈ એક્ટિવિસ્ટના ઘરેથી નીકળતા અનેક અધિકારીઓ નું સેટિંગ ડોટકોમ સાથેનો રેલો આવ્યો છે, ત્યારે આરટીઆઈ ના નામે તોડપાણી કરતા તત્વો સામે હવે સરકારે પણ કડક હાથે કામ લેવાનું કહેતા રાજ્યમાં હવે પત્રકારો ઉપર પણ પસ્તાળ પડી છે, ત્યારે રાજ્યના જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનને જાણ કરીને બોગસ પત્રકારો ઉપર કાર્યવાહી થવા બાબતની એક અરજદારની રજૂઆત બાદ ન્યુઝ ચેનલો ના સંચાલકો અને તેઓના તાબા હેઠળ ના કાર્યરત પત્રકારો તંત્રી દ્વારા જે સમાચાર સરકાર શ્રી ના નિયમ મુજબ સક્ષમ વિભાગોની મંજૂરીથી ચાલી રહેલ છે, કે કેમ? તે તપાસના હેતુસર તાબાના તમામ એક જિલ્લાના પોલીસ સ્ટેશન દ્વારા તંત્રીઓને પત્ર પાઠવીને રજીસ્ટ્રેશન નંબર, પત્રકારોને આપેલ કાર્ડ ની વિગત, તથા કેટલા કાર્ડ ઈશ્યુ કર્યા, અને કેટલા પત્રકારો કામ કરી રહ્યા છે, તે તમામ વિગતો માંગતા ચર્ચાનો વિષય બન્યો છે,
શહેરમાં રૂઆબ મારવા પત્રકારના સ્ટીકરો લગાવીને ફરતા અને અનેક અખબારો હાલ ચાલુ છે, કે કેમ? તથા તંત્રી દ્વારા કેટલા કાર્ડ પત્રકારને ઇશ્યૂ કરી શકે તથા એક્રીડેશન કાર્ડ કેટલા તે તમામ માહિતી માંગતા ફફડાટ ફેલાયો છે, સાપ્તાહિક, પખવાડીક તથા ડેઈલી અખબારો હાલ કેટલા ચાલે છે તે માહિતી માંગ્યા બાદ આર.ટી.આઈ એક્ટીવીસ્ટો કેટલા છે તથા પત્રકારો દ્વારા આરટીઆઈ માહિતી મેળવીને શું તપાસ કરવામાં આવે છે તેમાં આર.ટી.આઈ એક્ટિવિસ્ટ પત્રકાર આ બંને માહિતી માંગનારાઓનુ એક લિસ્ટ તૈયાર થઈ રહ્યું હોવાનું અને ફરિયાદો પણ ઉઠવા પામતા તમામ માહિતી જિલ્લાને જાણ કરીને FTP / ઇમેલ મેસેજ દ્વારા અનઅધિકૃત પત્રકાર અંતર્ગત વિગતો મંગાવવામાં આવી છે, Press ના બોર્ડ લગાવીને કાર્ડ તંત્રીએ કેટલા ઇશ્યુ કર્યા તે માહિતી મંગાવી
છે.