ગુજરાતની “જાન્યુઆરી ૨૦૨૪માં જીએસટી અમલીકરણ બાદની બીજા ક્રમની સૌથી ઊંચી જીએસટી અને વેટની કુલ ₹ ૮,૯૨૨ કરોડની માસીક આવક”

Spread the love

રાજ્યને જીએસટી હેઠળ જાન્યુઆરી-૨૦૨૪ માં ₹ ૫,૮૬૧ કરોડ અને વેટ હેઠળ ₹ ૩,૦૬૧ કરોડની આવક થયેલ છે

અમદાવાદ

જાન્યુઆરી-૨૦૨૪ માં રાજ્યને જીએસટી અને વેટ થકી કુલ ₹ ૮,૯૨૨ કરોડની આવક થયેલ છે. જે જીએસટી અમલીકરણ બાદની બીજા ક્રમની સૌથી ઊંચી માસીક આવક છે. આ અગાઉ ચાલુ નાણાકીય વર્ષના એપ્રીલ માસમાં સૌથી ઊંચી માસીક આવક થયેલ છે. આમ, જીએસટી અમલીકરણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાં જ પ્રથમ તેમજ દ્વીતીય ક્રમની સૌથી ઊંચી માસીક આવક થયેલ છે.રાજ્યને જીએસટી હેઠળ જાન્યુઆરી-૨૦૨૪ માં ₹ ૫,૮૬૧ કરોડની આવક થયેલ છે. જે ડીસેમ્બર-૨૦૨૩ માં થયેલ આવક (₹ ૫,૦૮૨ કરોડ) કરતા ૧૫% વધુ છે તેમજ જીએસટીના અમલીકરણ બાદ જીએસટી હેઠળ રાજ્યને થયેલ બીજા ક્રમની સૌથી ઊંચી માસીક આવક છે.રાજ્યને વેટ હેઠળ ₹ ૩,૦૬૧ કરોડની આવક થયેલ છે જે ડીસેમ્બર-૨૦૨૩ માં વેટ હેઠળ થયેલ આવક (₹ ૨,૭૯૨ કરોડ) કરતા ૧૦% વધુ છે.

ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટ હેઠળ કુલ ₹ ૮૯,૭૬૫ કરોડની આવક થયેલ છે, જે રાજ્ય કર વિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક ₹ ૧,૦૫,૮૭૬ કરોડના ૮૫% છે. રાજ્ય કર વિભાગ ફળવાયેલ લક્ષ્યાંક હાંસલ કરવા કટીબધ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com