ભાજપની સરકારનું વચગાળાનું બજેટ કોઈપણ પ્રકારની રાહત આપનારું નથી અને અંતિમ બજેટ નિરાશાજનક : પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ

• બજેટની જાહેરાતોમાં શબ્દોની સજાવટ છે પરંતુ એ જાહેરાતોને પરીપૂર્ણ કરવા નાણાંની ફાળવણી જોવા મળતી નથી.

• ગુજરાતના હિરા ઉદ્યોગની સતત માંગ હતી કે, ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે, હિરા ઉદ્યોગમાં મંદી છે તેમ છતાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

• દેશની સૌથી મોટી બે સમસ્યા મોંઘવારી અને બેરોજગારી બંને બાબતો માટે આ બજેટમાં કોઈ નક્કર આયોજન જોવા મળતું નથી.

મોંઘવારી, બેરોજગારી વધારનારું, અસમાનતા વધારનારું, વિકાસના નામે બેફામ ખર્ચા વાળું, મોટા ઉદ્યોગ ગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરનારું, નાના વેપારી-નાના ઉદ્યોગને મારી નાંખનારું આ અંતિમ બજેટ નિરાશાજનક છે.

અમદાવાદ

ચૂંટણી આવતી હોય ત્યારે કોઈપણ સરકારનું છેલ્લું બજેટ લોકોને રાહતો અને આકાંક્ષાઓ પૂરી કરતું હોય પરંતુ, ભાજપની સરકારનું વચગાળાનું બજેટ કોઈપણ પ્રકારની રાહત આપનારું નથી. પ્રમાણિક કરદાતાઓને ઈન્કમટેક્ષના સ્લેબમાં કોઈ મોટી રાહત મળશે તેવી મોટી અપેક્ષા હતી પણ કરદાતાઓને કોઈ રાહત નથી તેવી પ્રતિક્રિયા આપતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગરીબો અને ગરીબી સતત વધતી જાય છે, મોંઘવારી, બેરોજગારી વધારનારું, અસમાનતા વધારનારું, વિકાસના નામે બેફામ ખર્ચા વાળું, મોટા ઉદ્યોગ ગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરનારું, નાના વેપારી-નાના ઉદ્યોગને મારી નાંખનારું આ અંતિમ બજેટ નિરાશાજનક છે. ગુજરાતના હિરા ઉદ્યોગની સતત માંગ હતી કે, ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે, હિરા ઉદ્યોગમાં મંદી છે તેમ છતાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. બેજટની જાહેરાતોમાં શબ્દોની સજાવટ છે પરંતુ એ જાહેરાતોને પરીપૂર્ણ કરવા નાણાંની ફાળવણી જોવા મળતી નથી. ડાયરેક્ટ ટેક્ષ, ઈનડાયરેક્ટ ટેક્ષ અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં કોઈપણ પ્રકારની રાહત નથી.

2014 થી 2024 દસ વર્ષ દરમ્યાન બજેટમાં વચનો આપવામાં આવ્યા પણ મોટા ભાગની યોજનાના અમલીકરણ પાછળ કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. અનેક યોજનાઓમાં માત્ર પાંચ ટકાથી 35 ટકા સુધીનો જ ખર્ચ થયો છે. દેશની સૌથી મોટી બે સમસ્યા મોંઘવારી અને બેરોજગારી બંને બાબતો માટે આ બજેટમાં કોઈ નક્કર આયોજન જોવા મળતું નથી. જુદી જુદી યોજનાઓના અમલીકરણ અને પરિણામોથી પ્રભાવિત કરી શકાય તેમ નથી એટલે સતત આંકડાઓથી પ્રભાવિત કરવાનો વધુ એક પ્રયાસ વચગાળાના બજેટમાં જોવા મળી રહ્યો છે. આઝાદી પછી પ્રથમ વખત કેન્દ્ર સરકારે આ અંગે સ્વિકારી લઈને આર્થિક સર્વે આ વખતે બહાર પાડ્યો નથી. જેથી ધુંધળું આર્થિક વિગતો દેશની જનતા સમક્ષ ખુલ્લી ન પડી જાય. એકંદરે બજેટ મહિલાઓ, યુવાનો, ખેડૂતો, નાના વેપારીઓ અને નાના ઉદ્યોગકર્તાઓની સાથે દેશના સામાન્ય નાગરિકો માટે અત્યંત નિરાશાજનક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com