આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી
2014માં કહ્યું હતું કે દર વર્ષે બે કરોડ નોકરીઓ આપીશું, તે પ્રમાણે 20 કરોડ નોકરીઓ અપાઈ જવી જોઈએ. પરંતુ તેમણે નથી આપી અને યુવા હજુ પણ બેરોજગાર છે: ઈસુદાન ગઢવી
મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને રૂપિયો કમજોર થઈ રહ્યો છે. આ પરથી સ્પષ્ટપણે કહી શકાય કે મોદી સરકારના 10 વર્ષ નિષ્ફળ રહ્યા છે: ઈસુદાન ગઢવી
અમદાવાદ
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજનું બજેટ નરેન્દ્ર મોદી સરકારનું છેલ્લો બજેટ હતું. 2014માં એમણે કહ્યું હતું કે દર વર્ષે બે કરોડ નોકરીઓ આપીશું, તે પ્રમાણે 20 કરોડ નોકરીઓ અપાઈ જવી જોઈએ. પરંતુ તેમણે નથી આપી અને યુવા હજુ પણ બેરોજગાર છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતોની આવક ડબલ થઈ જશે, પરંતુ એવું પણ નથી થયું અને આજે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને સારા ભાવ પણ નથી મળી રહ્યા. દિલ્હીને છોડીને તમામ રાજ્યોમાં આજે ખૂબ જ મોંઘવારી જોવા મળી રહી છે. તેઓ કહી રહ્યા છે કે 5 ટ્રીલીયન અને 10 ટ્રીલીયન ડોલરની ઇકોનોમિક થશે. પરંતુ જો આટલી મોટી ઇકોનોમી આપણે બનવું હોય તો ૧૨ ટકાથી વધુનો જીડીપી ગ્રોથ જોઈએ, જે હાલ અડધો પણ નથી. નાના કરદાતાઓને કોઈ ફાયદો થઈ રહ્યો નથી. ગરીબ તો આ મોંઘવારીના સમયમાં હેરાન પરેશાન છે જ, પરંતુ હવે મીડલ ક્લાસ પણ પરેશાન છે. ખેડૂતો માટે કોઈ નીતિ બનાવવામાં નથી આવી રહી. અને એવા કાનૂન બનાવવામાં આવી રહ્યા છે જે ડ્રાઇવર અને ખેડૂતોને રસ્તા પર લાવી દેશે. માટે અમારું માનવું છે કે સરકારનું આ બજેટ લોકોની અપેક્ષાને પૂરું નહીં કરી શકે. કારણ કે સરકારે નિયત ખરાબ છે. મોંઘવારી વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને રૂપિયો કમજોર થઈ રહ્યો છે. આ પરથી સ્પષ્ટપણે કહી શકાય કે મોદી સરકારના 10 વર્ષ નિષ્ફળ રહ્યા છે.