
ગાંધીનગર રાજ્યમાં હવે મોંઘાદાટ સ્પા થી લઈને સલુનો પણ બન્યા છે, ત્યારે ભાઈ દાઢી કે વાળ ગમે ત્યાં કપાવો પણ બે દિવસ પણ ઘરની ખેતી હોય તેમ ઉગી જવાના છે, ત્યારે મોંઘીદાટ દુકાનમાં જાય એટલે દાઢીના ૧૦૦ થી ૧૪૦ રૂપિયા લે અને ફક્ત એસી ની હવા ખાય ત્યારે અહીંયા gj 18 ગામમાં ગમે ત્યાં રોડ, રસ્તા પર ગલ્લો મૂકીને રોજગારી મેળવતો શ્રમજીવી પાસે કરાવો તો ફક્ત ૨૦ થી ૩૦ રૂપિયા લે અને સાહેબ સાહેબ કહે એ અલગ ઘણીવાર તો મેયરથી લઈને ડેપ્યુટી મેયર દાઢી કરાવતા હોય તો ફોટો પણ લટકાવે અને કહે કે આવા મોટા મહાનુભાવો અમારી ગરીબની દુકાને આવે છે, આ પણ એક સેવા જ છે, ડેપ્યુટી મેયર પોતે સુખી સંપન્ન હોવા છતાં વર્ષો જૂના દાદાને ત્યાં વાળ કપાવવા જતા હતા ત્યારે ભલે ચડ્ડી પહેરીને જતા પણ હવે ડેપ્યુટી મેયર થી લઈને દાઢી પણ આવી ગઈ, ત્યારે કાકા જિંદાબાદ હોય તેમ શ્રમજીવી દાદા ને પકડી રાખ્યા છે, દાદા ત્યાં ને ત્યાં જ છે, ત્યારે દેશમાં આવા લાખો નહીં કરોડો રોજગારી મેળવવા શાકભાજી, દૂધ, પાણીની બોટલ વેચીને જે ઘરમાં દૂધ શાકના નીકળ્યા, ત્યારે આ લોકો પાસે ખરીદવાનો અગ્રહ રાખો, મોટા સલૂન કરતાં આ લોકો પાસે કેશ-કલા કે પછી દાઢી કલા આ લોકો પાસે કરાવો જેથી તેમને રોજગારી મળે આપણા ભારતના વડાપ્રધાન પોતે વોકલ ફોર લોકલ એવા ગરીબ શ્રમજીવી માટે અનેક પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ પોતે તસવીરમાં દેખાઈ રહ્યા છે, અને પોતે કહે છે કે દાઢી વાળ ઘરની ખેતી છે, રોજ ઉગી જવાની છે, તો પછી મોંઘાદાટ સલૂનમાં જઈને ખોટા બલૂન શું કામ ઉડાડવાના, કાકા જિંદાબાદ ત્યારે ગમે ત્યારે વાળ દાઢી કરાવવી હોય, ત્યારે મોંઘાદાટ સલુનો હર હંમેશા ડીલીટ, ગરીબોના સલુનો સિલેક્ટ,
—————————-
આજે લાખો લોકો મોંઘીદાર દુકાનો ખરીદી શકતા નથી ત્યારે રોડ રસ્તા પર નાનો લારી ગલ્લો ખોલીને રોજગારી મેળવતો હોય તો તેને પણ આપણે જઈશું તો રોજગારી મળશે, ત્યારે વોકલ ફોર લોકલ, આ લોકોના કારણે અર્થતંત્ર દેશનું દોડી રહ્યું છે, દુનિયામાં ભારત જેવું ક્યાંય બજાર નથી, ઘરની બહાર નીકળો એટલે તુરંત ચીજ વસ્તુઓ મળી જાય, ઘર સુધી પહોંચી જાય, વિદેશમાં બીમાર હોય તો વેઇટિંગ અને ભારતમાં અડધી રાત્રે ડોક્ટર હાથ પકડે ત્યારે નાના વર્ગ અને શ્રમજીવી પાસેથી ખરીદવાનો આગ્રહ રાખો, આ પણ એક સેવા જ છે: પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર