દેશમાં કોરોના વાયરસના પગલે અનેક નાગરિકે, ભણેલા યુવાનોથી લઇને નોકરીઆતો ની પણ નોકરીઓ જોખમમાં આવી ગઈ છે. અને લાખો દેશમાં બેકાર પણ બન્યા છે. ત્યારે દેશમાં બગીચા, શાળાઓ, કોલેજો, હોટેલો, રેસ્ટોરન્ટો થી લઈને થિયેટરો ને પણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે શરતોનું પાલન સાથે ન્યાયાલય ખોલવાની મંજૂરી કેમ આપવામાં નથી આવતી? આવા અનેક વેધક સવાલો ન્યાય માટે વંચિત રહેતા અને એડવોકેટ થી લઈને ટાઈપિસ્ટ, કોર્ટના કામ કરતા વકીલોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે મહિલા કોર્ટ એવી ફેમિલી કોર્ટ પણ બંધ રહેતા વાદ-વિવાદ અને તે ફેમેલી પ્રશ્નોનું સોલ્યુશન ન આવતા આખરે તિરાડ પણ પરિવારોમાં વધતી જાય છે. ત્યારે ફેમિલી કોર્ટમાં ન્યાય માટે ઝઝૂમતી મહિલાઓને મુદત સિવાય કશું જ મળતું નથી. જો કોર્ટ ખોલવાની મંજૂરી સરકારે આપવી જોઈએ તેવું હજારો નાગરિકો જે ન્યાયથી વંચિત છે. તે કહી રહ્યા છે. શાળાઓ, કોલેજો, થિયેટરોમાં ભીડ થતી હોય અને કોરોનાના સંક્રમણની વાત હોય તો શરતો, આદેશો, નિયમો મુજબ કોર્ટ સમયસર ખોલવાની મંજૂરી આપવાની વકીલ આલમથી લઈને પીડિતોની પણ માંગ ઉઠી છે. ત્યારે કોર્ટમાં લાખો લોકો રોજગાર મેળવી રહ્યા છે.