વાયબ્રન્ટ ગુજરાતની ગુલબાંગો વચ્ચે રાજ્યમાં ૧,૬૦૬ સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક  : વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર

Spread the love

વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર

ડબલ એન્જીનવાળી સરકાર ૧,૬૦૬ શાળાઓમાં ડબલ શિક્ષકો મુકી શકતી નથી

ભાજપ સરકાર શિક્ષણનું ખાનગીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારી શાળાઓના બાળકોને ફરજીયાત ઉંચી ફી ચૂકવીને ખાનગીમાં ભણવું પડે તેવી નીતિ અપનાવી હોવાના આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કર્યો

ગાંધીનગર

રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર દિનપ્રતિદિન કથળતું જાય છે અને ભાજપ સરકાર શિક્ષણનું ખાનગીકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી સરકારી શાળાઓના બાળકોને ફરજીયાત ઉંચી ફી ચૂકવીને ખાનગીમાં ભણવું પડે તેવી નીતિ અપનાવી હોવાના આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કર્યો હતો. રાજ્યમાં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યા ૯૦૬ હતી તેમાં મોટો વધારો થયો છે અને ૨૦૨૪માં એક શિક્ષકવાળી શાળાઓની સંખ્યા ૧,૬૦૬ થઈ છે. રાજ્યમાં લાયકાત ધરાવતા ટેટ-ટાટ પાસ હજારો ઉમેદવારો નોકરી માટેની રાહ જોવે છે તેમ છતાં આવી શાળાઓમાં કે શિક્ષકોની ખાલી જગ્યાઓમાં આવા ઉમેદવારોને નોકરી માટેની નિમણુંક આપવામાં આવતી નથી. આવી શાળાઓમાં વધુ શિક્ષક મુકવા બાબતે પુછવામાં આવે ત્યારે જેમ બને તેમ ઝડપથી તેવો જવાબ દરેક વખતે આપવામાં આવે છે. પરંતુ ડબલ એન્જીનની ઝડપવાળી સરકારમાં આવી શાળાઓની સંખ્યા ઘટવાને બદલે ડબલ વધી રહી છે. આવી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોના ભવિષ્ય સાથે સરકાર ખિલવાડ કરી રહી છે.

બીજીબાજુ રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ૧૯,૬૫૦ અને આચાર્યોની ૧,૦૨૮ ઘટ છે. ૩,૦૬૫ પ્રાથમિક શાળાઓમાં માન્ય લાયકાત વિના નિમણુંક પામેલા હોય તેવા ૭૦,૬૮૦ શિક્ષકો દ્વારા ખાનગી શાળાઓમાં બાળકોને શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. ખાનગી સંચાલકો લાખો રૂપિયાની ફી ઉઘરાવતા હોવા છતાં લાયકાતવાળા શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. હજારો શાળાઓમાં ઓરડાની ઘટના કારણે એક કરતાં વધુ વર્ગના વિદ્યાર્થીઓને એક સાથે બેસવાની ફરજ પડે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com