ગાંધીનગરમાં માતેલા સાંઢની માફક આવતાં ટ્રક અડફેટે એક્ટિવા પર જતાં ત્રણ મિત્રો માંથી બે નાં મોત..

Spread the love

ગાંધીનગરના ઝૂંડાલ બ્રિજ નીચે અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી માતેલા સાંઢની માફક એક્ટિવાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર ત્રણ મિત્રો પૈકી બે યુવાનોનું કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના અદાણી શાંતિગ્રામ બ્રિજ ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી એક્ટિવા સવાર મહિલાનું ઘટનાસ્થળે મોત થયાની ઘટના પછી ઝૂંડાલ બ્રિજ નીચે પણ સર્જાયેલા અકસ્માતમાં ત્રણ મિત્રો પૈકી બેના મોત નિપજ્યા હોવાની ફરિયાદ પણ અડાલજ પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. એકસાથે બે મિત્રો નું માર્ગ અકસ્માતમાં મોત નિપજતા ખોરજ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ગાંધીનગરના ખોરજ ગામમાં રહેતા વિષ્ણુજી જવાનજી ઠાકોર ગઈકાલે સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ઘરે હાજર હતા. એ વખતે ગામના વિશાલ ઠાકોરે ફોન કરીને જાણ કરેલી કે તેમના ભત્રીજા યુવરાજ ગોવીંદજી ઠાકોરનુ ઝુંડાલ બ્રીજ નીચે અકસ્માત થતાં મોત નીપજ્યું છે. જેનાં પગલે વિષ્ણુજી સહીતના લોકો અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે માલુમ પડયું હતું કે, સવારના આશરે પાંચેક વાગ્યાના સુમારે યુવરાજ તેની સાથે નોકરી કરતા ખોરજ ગામના અમીત બળવંતજી ઠાકોર (ઉ.વ.20) તેમજ દર્શીલ જિતેન્દ્રકુમાર ઠાકોરને (ઉ.વ.19) એક્ટિવા પાછળ બેસાડી ગાંઠીયારથ ચાંદખેડા ખાતે ચા લેવા માટે ગયા હતા. અને આશરે સવા પાંચેક વાગે પરત ફરી રહ્યા હતા. ત્યારે ઝુંડાલ બ્રીજની નીચે ચોકડી પસાર કરતી વખતે ઝુંડાલગામ તરફથી એક અજાણ્યા ટ્રક ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ટ્રક હંકારી એક્ટિવાને ટક્કર મારી હતી.

જેનાં કારણે ત્રણેય મિત્રો રોડ ઉપર પટકાયા હતા. જેમાં યુવરાજનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઈજાગ્રસ્ત અમીત અને દર્શીલને એસ.એમ.એસ. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ભત્રીજાનાં મરણની વિધિ પૂરી કરી વિષ્ણુજી એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારે ખબર પડેલ કે અમિતનું પણ સારવાર દરમ્યાન અકાળે મોત થયું છે. જ્યારે દર્શીલને વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ચાંદખેડા ખાતે પેકેજિંગ કરવાની નોકરી કરતા ત્રણેય મિત્રો સાથે નોકરીએ ગયા હતા. અને ચા લેવા નીકળ્યાને રસ્તામાં બે મિત્રોને કાળ ભરખી જતાં ખોરજ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com