વટામણ હાઇવે ચાર રસ્તા ખાતે સી.એન.જી રીક્ષામાં કોડેઇન યુક્ત નશાકારક કફ સીરપ 590 બોટલના આરોપીની ધરપકડ કરતી અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી શાખા

Spread the love

અમદાવાદ

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ  અમદાવાદ રેન્જ તથા ઈ.પોલીસ અધિક્ષક મેઘા તેવારે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એન.એચ.સવસેટા નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને અહે.કો દીલીપસિંહ પરબતસિંહ તથા અ.પો.કો. મહાવીરસિંહ હેમંતસિંહ નાઓને ખાનગી રાહે ચોક્કસ આધારભુત બાતમી હકીકત મળેલ કે, “એક સી.એન.જી રીક્ષા નં જી.જે.૦૬ બી.યુ ૧૧૦૭ વાળી રીક્ષામાં ગે.કા રીતે વગર પાસ પરમીટે નશાકારક કફ સીરપની બોટલોનો જથ્થો લઈને વડોદરાથી વટામણ તરફ તારીખ.૧૨/૦૨/૨૦૨૪ ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાના અરશામા વેચાણ કરવા આવનાર હોવાની બાતમી હકિકત મળેલ છે.” જે ચોક્કસ બાતમી હકીકત આધારે પંચો સાથે વટામણ હાઇવે ચાર રસ્તા ખાતે વાહનોની વોચમાં રહી આરોપીઓ (૧) શકીલભાઈ સલીમભાઇ શેખ રહે, ૧૩, જલારામપાર્ક, નુરાની મહોલ્લો એકતાનગર, આજવા રોડ, વડોદરા તથા (૨) પ્રતીકભાઈ નરેન્દ્રભાઈ પંચાલ રહે. ૫૩, મહેશ્વરી સોસાયટી, પી.ડબલ્યુ ડી. શોપની સામે, લાલ અખાડા, વારસીયા, વડોદરા વાળાની પોતાના કબ્જા ભોગવટાવાળી સી.એન.જી રીક્ષા નં જી.જે.૦૬ બી.યુ ૧૧૦૭ કી.રૂ.૧,૦૦,૦૦૦/- માં ગે.કા.રીતે વગર પાસ પરમીટે નશાકારક કફ સીરપની કુલ બોટલ નંગ-૫૯૦ કિ.રૂ.- ૮૮,૫૦૦/- તથા તેની અંગ જડતીમાંથી મોબાઇલ ફોન નંગ- ૩ કિ.રૂા.-૪૦૦૦/- તથા સીમ કાર્ડ નંગ-૪ કી.રૂ.૦૦/- તથા રોકડ રૂપીયા-૨૫૧૦/- મળી કુલ કિ.રૂ.- કુલ કિ.રૂ.૧,૯૫,૦૧૦/- ના મુદામાલ સાથે મળી આવતા કબજે કરી સદરી આરોપી તથા આરોપી નં. (૩) રાજુભાઇ કે જેનુ પુરૂ નામ સરનામુ મળેલ નથી પરંતુ વડોદરા શોપ નં.૩૦, ઉત્તુંગ બિલ્ડીંગ, આનંદવન કોમ્પલેક્ષ, આઈ.પી.સી.એલ રોડ, સુભાનપુરા, વડોદરા ખાતે કફસીરપનુ ગોડાઉન આવેલ છે તેઓ તમામ વિરુદ્ધ કોઠ પો. સ્ટે. એફ.આઇ.આર.નં.-. ૧૧૧૯૨૦૨૯૨૪૦૦૨૩/૨૦૨૪ NDPS કલમ-૮(સી),૨૧(સી),૨૯ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

વોન્ટેડ આરોપી

(૧) રાજુભાઈ કે જેનુ પુરૂ નામ સરનામુ મળેલ નથી પરતુ વડોદરા શોપ નં.૩૦, ઉત્તુંગ બિલ્ડીંગ, આનંદવન કોમ્પલેક્ષ, આઈ.પી.સી.એલ રોડ, સુભાનપુરા, વડોદરા ખાતે કફસીરપનુ ગોડાઉન આવેલ છે.

(૧) નશાકારક સીરપની બોટલો નગ-૫૯૦/- કિ.રૂ.-૮૮,૫૦૦

હસ્તગત કરેલ મુદામાલ

(૨) સી.એન.જી રીક્ષા નં જી.જે.૦૬ બી.યુ ૧૧૦૭ કી.રૂ.૧,૦૦,૦૦૦

(૩) મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ. ૪૦૦૦/- તથા સીમ કાર્ડ નંગ-૪ કી.00

(૪) રોકડ રૂપીયા- ૨૫૧૦ મળી કુલ કિ.રૂ.૧,૯૫,૦૧૦

આ કામગીરીમાં પો.ઇન્સ.શ્રી એન.એચ.સવસેટા તથા પો.સ.ઈ.શ્રી આઈ.કે.શેખ તથા પો.સ.ઈ.શ્રી ડી.વી.ચિત્રા તથા એ.એસ.આઈ પ્રદિપસિંહ નવલસિંહ તથા અ.હે.કો. દીલીપસિંહ પરબતસિંહ તથા અ.પો.કો. મહાવીરિસંહ હેમંતિસંહ, રામદેવસિંહ ભાવિસંહ તથા આ.પો.કો. રણબીરસિંહ સરજીતસિંહ, સહદેવસિંહ રામસિંહ તથા ડ્રા.હે.કોન્સ. જયંતીભાઇ સવજીભાઇ તથા ડ્રા.પો.કોન્સ. જગદીશભાઇ,સોમાભાઇ જોડાયેલ હતાં.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com