વિડીયો વાયરલ કરનાર ઇસમ મહેન્દ્રભાઇ
અમદાવાદ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં હિન્દીમાં અનામત અનુસંધાને આપેલ ભાષણને મોડીફાય કરી બનાવટી વીડીયો બનાવી તેનો રાજકીય લાભ મેળવવાના હેતુથી તેમજ ભારત દેશમાં અનામત મેળવતા જુદી જુદી જાતિ તેમજ વર્ગના લોકોને દુષ્પ્રરીત કરવાના ઇરાદાથી અને સરકારની છબી ખરડાય તેવા હેતુથી વિડીયો વાયરલ કરનારને સાયબર ક્રાઇમબ્રાંચ અમદાવાદે પકડી પાડયો છે.
અમદાવાદ ના સાયબર ક્રાઇમ ખાતે ફરીયાદીએ ફરીયાદ આપેલ જેમા અજાણ્યા ફેસબુક આઇ.ડી ના ધારકે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંસદમાં હિન્દીમાં અનામત અનુસંધાને આપેલ ભાષણને કટ કોર્પ કરી મોડીફાય કરેલ વિડીયો બનાવ્યો હતો જેમા હાલ મળી રહેલ અનામત બાબતે ખોટી અફવા ફેલાય અને વાતાવરણ તંગ થાય તેમજ ભારત દેશમાં અનામત મેળવતા જુદી જુદી જાતિ તેમજ બીજા વર્ગના લોકો વચ્ચે દુશ્મનાવટ થાય અને તેઓ કોઇ ગુનો કરી બેસે તેવુ દુત્પ્રેરણ થાય તેમજ સરકારની છબી ખરડાય અને તેના થક્કી રાજકીય લાભ થાય તેવા પ્રકારની હકીકત દર્શાવતો મોડીફાઇ કરેલ વિડીયો બનાવી તે સોશિયલ એપ્લીકેશન ઉપર પોસ્ટ કરી વાયરલ કરી ગુનો કરેલ હોવાની ફરીયાદ મળતા જે વિડીયો વાયરલ કરનાર ઇસમ મહેન્દ્રભાઇ સ/ઓ કરશનભાઇ ડોડીયા ઉ.વ.૪૩ નાઓને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમબ્રાંચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.