સુરતના વરાછા વિસ્તારમાં ગેસનો બોટલો ફાટતાં માતાનું કમકમાટીભર્યું મોત, પુત્ર અને પુત્રવધુ દાઝ્યા..

Spread the love

ગેસ સિલિન્ડર લીકેજ કેટલો ભારે પડી શકે છે એવી ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની છે. આ ગંભીર ઘટના એવી છે કે, માતા ભગવાનનો દીવો કરતી હતી અને પુત્ર લીકેજવાળો ગેસ સિલિન્ડર બદલતો હતો. આ વખતે જ આગ ફાટી નીકળતા માતા, પુત્ર અને પુત્રવધૂ આગની લપેટમાં આવી જતા દાઝી ગયાં હતાં. જેમાં માતાનું કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે પુત્ર અને પુત્રવધૂ દાઝ્યાં હતાં. માતાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

પુત્ર નવો સિલિન્ડર લાવ્યો હતો મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં 58 વર્ષીય કમળાબેન કાંતિભાઈ ચલુડિયા પરિવાર સાથે રહેતાં હતાં. પરિવારમાં પતિ, દીકરો અને પુત્રવધૂ છે. સવારે કમળાબેન રસોડાની બાજુમાં આવેલા મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યાં હતાં. દરમિયાન ગેસ સિલિન્ડર ખતમ થઈ જતા બદલવા માટે પુત્ર અંકિત નવો સિલિન્ડર લઈ આવ્યો હતો.

ખાલી ગેસ સિલિન્ડરમાંથી રેગ્યુલેટર કાઢી ગેસથી ભરેલો અને લીકેજ સિલિન્ડર બદલતો હતો. જેથી ફ્લેશ ફાયરથી આગ ફાટી નીકળતા પૂજાપાઠ કરી રહેલાં માતા કમળાબેન ગંભીર રીતે દાઝી ગયાં હતાં. જ્યારે પુત્ર અંકિત અને પુત્રવધૂ પણ દાઝી ગયાં હતાં. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

કમળાબેનનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પુત્ર અંકિત અને પુત્રવધૂ સામાન્ય દાઝ્યાં હોવાથી તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. કમળાબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. કમળાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com