કોવિડ-19 માં ભારતીય નાગરિકો વિદેશમાં વસતા હોવા છતાં કોઈપણ રીતે રસ્તાઓ અને હલ સોધવમાં માહિર હોય છે. ત્યારે બ્રીટનમા એક ભારતીય પરિવારે કોવિડ-૧૯ સામે રક્ષણ કરવા સાથે ડ્રાઈવ-ઇન લગ્ન પાર પાડયાં છે. તાજેતરમાં આ આગવાં લગ્ન સમારોહમાં હાજરી આપવા વિવિધ કાર્સમાં આવેલા મહેમાનોને ટેસ્ટી સ્નેક્સના હેમ્પર અને સુરક્ષાની સૂચનાઓ સાથે આવકારાયા હતા. આશરે ૧૫ વ્યક્તિઓની મર્યાદા સામે પરિવાર અને મિત્રોને લગ્નમાં સામેલ કરવા કન્યા રોમા પોપટ અને વર વિનલ પટેલના પરિવારે ૫૦૦ એકરમાં પથરાયેલી સેક્સ એસ્ટેટમાં આયોજન કર્યું હતું. આમંત્રિત મહેમાનો એ ઓડિ, રેન્જ રોવર્સ અને લેમ્બોર્ગીનીમાં બેસીને લગ્નની વિધિમાં હાજરી આપી હતી. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ કારમાંથી હોર્ન નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠયું હતું. પછી નવદંપતીએ એક ગોલ્ફ કાર્ટમાં બેસીને દરેકેદરેક કાર પાસે જઈ આમંત્રિ૩ મહેમાનોની શુભેચ્છા અને આશીર્વાદ મેળવ્યા હતા.
સમગ્ર પ્રસંગ દરમિયાન મહેમાનો કારમાં બેસી રહ્યા હતા. હિન્દૂ વિધિ પ્રમાણે ચાર કલાક સુધી ચાલેલા લગ્ન દરમિયાન આમંત્રિત મહેમાનોએ નક્કી કરેલા વેબસાઇટ પરથી ભોજન નો ઓર્ડર આપ્યો હતો અને તેને વેઇટર્સ દ્વારા સર્વ કરાયો હતો. મહેમાનોને ટોઇલેટનો ઉપયોગ કરવા માટે જ કારમાંથી બહાર નીકળવાની મંજૂરી અપાઈ હતી. એસ્ટેટમાં લગ્ન કરવા માટે ૧૫,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થયો હતો જોકે, તેમાં ઘરનો વપરાશ અને જમણવારનો ખર્ચ સામેલ છે. નોર્થ લંડનમાં સાઉથ ગેટ રોમા એક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે અને વિનય એક આઈટી કન્સલ્ટન્ટ છે. તેમના લગ્ન વાસ્તવમાં ગયા એપ્રિલમાં થવાના હતાં પરંતુ કોરોનાના કારણે તેને મોકુફ રાખવા પડ્યાં હતાં.