મહિલા દુલ્હીપૂર , ચંદોલી ઉત્તરપ્રદેશથી અમદાવાદ ટ્રેનમાં બેસીને આવી આખરે સર્વ સમર્થ ફાઉન્ડેશન અને યુ.સી.ડીની ટીમ અને વિડિયોના મારફતે તેમને તેમના પરિવાર સુધી પોહચાડવામાં મદદ કરી,આખરે ૨ મહિના અંતે મા અને પુત્ર નું સુખદ મિલન
અમદાવાદ
અ.મ્યુ.કો.ના યુ.સી.ડી વિભાગ ધ્વારા દૈનિક ધોરણે મોર્નીગ ડ્રાઈવ તથા નાઈટ ડ્રાઈવ કરી જાહેર જગ્યાઓ ઉપર જોખમી રીતે આશ્રય લેતા જોવા મળતા ઘર વિહોણા લોકોને શોધી તેમણે નજીકના આશ્રય ગૃહ ખાતે શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. યુ.સી.ડી વિભાગની ટીમને ડ્રાઈવ ની કામગીરી દરમ્યાન એક માનસિક બીમાર મહિલા જોવા મળતા મહિલા અભયમ ટીમની મદદથી મહિલાને આશ્રયગૃહ ખાતે લાવવામાં આવ્યા અને તેમનું કાઉન્સિલિંગ કરતા તેઓ દુલ્હીપૂર , ચંદોલી ઉત્તરપ્રદેશ થી અહીંયા અમદાવાદ ટ્રેન માં બેસી ને આવી હોવાનું જાણવા મળેલ આશ્રયગૃહની ટીમને 2 મહિનાની મહેનત બાદ મહિલાની માહિતી તેમના પરિવાર સુધી પોહચાડવામાં સફળતા મળી અને મહિલાનું તેના પરિવાર સાથે સુ:ખદ મિલન થયું.
મેઘાણીનગર પાસે થી એક મહિલા માનસિક રુપ થી પીડાતા હતા જેઓ ને ૧૮૧ મહિલા હેલ્પલાઇન ની મદદ થી ઓઢવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યુ.સી.ડી વિભાગ અને જ્યોતિ સામાજીક સેવા સંસ્થા દ્વારા સંચાલિત આશ્રયગૃહ ખાતે લાવવામાં આવ્યા અને તેમની તપાસ કરતા શબનમ બહેન નામ જણાવે છે અને તેઓ દુલ્હીપૂર , ચંદોલી ઉત્તરપ્રદેશ થી અહીંયા અમદાવાદ ટ્રેન માં બેસી ને આવી ગ્યા હતા આખરે સર્વ સમર્થ ફાઉન્ડેશન અને યુ.સી.ડીની ટીમ અને વિડિયો ના મારફતે તેમને તેમના પરિવાર સુધી પોહચાડવામાં મદદ કરી.આખરે ૨ મહિના અંતે મા અને પુત્ર નું સુખદ મિલન.