થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જે ભારે ચર્ચામાં આવ્યો હતો. એક રૂમમાં કેટલાંક લોકો છુટ્ટા હાથની મારામારી કરી રહ્યા હતા. પછી ખબર પડી કે મારામારી કરી રહેલા પોલીસના કર્મચારીઓ છે. પોલીસની જોબ શિસ્તની જોબ કહેવામાં આવે છે અને પોલીસો જ અંદરોઅંદર મારી કરતા હતા એટલે આ ઘટનાના ભારે પ્રત્યાઘાત પડ્યા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા 3 PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતના 3 પોલીસ ઇન્સ્પેકટરોને અંદરો અંદર છુટ્ટા હાથની મારામારી કરવાનું ભારે પડી ગયું છે. સોશિયલ મીડિયામાં 16 સેકન્ડનો વીડિયો વાયરલ થયા પછી પોલીસ તંત્રએ 3 PIને સસ્પેન્ડ કરી દીધા છે. એક રૂમમાં મારામારી થતી હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ અધિકારીએ કહ્યુ કે, આ ઘટનાની તપાસ હજુ ચાલું છે. ગલીના છોકરાએઓ મારામારી કરતા હોય તે રીતે આ પોલીસો લડાઇ કરતા હતા.
સોશિયલ મીડિયામાં એક 16 સેકન્ડનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક રૂમમાં 3 પોલીસ ઇન્સ્પેકટર સહિત અનેય ત્રણેક ખાનગી લોકો પણ જોવા મળ્યા હતા. વીડિયોમાં પોલીસ એકબીજા સાથે મારામારી કરી રહ્યા છે અને કેટલાંક લોકો તેમને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વીડિયો જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યો ત્યારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢવીએ 3 PIને સસ્પેન્ડ કરી દીધા છે.
જે 3 PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં નડિયાદ ડાઉન પોલીસ સ્ટેશન, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન અને વડતાલ પોલીસ સ્ટેશનના PI હતા. જો કે, મારામારી કયા કારણસર થઇ હતી તે હજુ સામે આવ્યું નથી.
જાણવા મળેલી વિગત મુજબ 14 ફેબ્રુઆરીએ ખેડા જિલ્લા પોલીસવડાએ નડિયાદ ડાઉન પોલીસ સ્ટેશનના PI હરપાલ સિંહ ચૌહાણ અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI વાય આર ચૌહાણની બદલી કરીને લીવ રિર્ઝવ પર મુકી દીધા હતા. વડતાલ પોલીસ સ્ટેશનના PI આર કે પરમાર સાથે મારામારી થઇ હતી.
નડિયાદના નાયબ પોલીસ અધિક્ષકને આ ઘટનાની તપાસ સોંપવામાં આવી હતી તે પછી હરપાલ સિંહ ચૌહાણ, વાય આર ચૌહાણ, આર કે પરમાર ત્રણેયને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પોલીસ અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે, પછી ખબર પડશે કે ત્રણ PIઓ શેના લીધે મારામારી કરી રહ્યા હતા.