રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ગુજરાત માટે રૂપિયા 48,000 કરોડના વિકાસકામોની ભેટ આપવાના છે. જેમાં 10 પાવર પ્રોજેક્ટ, 25,500 કરોડથી વધુ પ્રોજેક્ટોના ખાતમુહૂર્તો અને 5 એઇમ્સ સહિતના લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આરોગ્ય અને રસાયણ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. PMJAY કાર્ડમાં ગોટાળા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના કાર્ડમાં ગોટાળાઓ કરનારાઓને ચેતવણી આપી હતી. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, કોઈ પણ હોસ્પિટલ બોગસ બિલ બનાવશે તો વિજીલન્સ તપાસ કરવામાં આવશે. તેમજ કડક કાર્યવાહી કરવામાં આવશે.