“કેન્સર એટલે કેન્સલ નહીં” : શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા વોક ઓફ હોપ વોકથોન 2.0 આયોજન : અમદાવાદમાં કેન્સર જાગૃતિની મોટી પહેલમાં 8000 થી વધુ લોકોએ ભાગ લીધો 

Spread the love

 

આ મેગા ઈવેન્ટ પાછળનો ઉદ્દેશ્ય કેન્સર નિવારણ, વહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો :શેલ્બી હોસ્પિટલ ગ્રૂપ સીઓઓ ડો. નિશિતા શુક્લા

શેલ્બી હોસ્પિટલ્સમાં, અમે કેન્સરને સજા તરીકે જોતા નથી, પરંતુ “કેન્સર એટલે કેન્સલ નહીં” સાબિત કરીને યોગ્ય કાળજી અને સમર્થન સાથે દૂર કરી શકાય તેવા પડકાર તરીકે જોઇએ છીએ

“શેલ્બી હોસ્પિટલ કેન્સરના પડકારનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ (NCRP) દ્વારા 2025 સુધીમાં 1.7 મિલિયનથી વધુ લોકોને પ્રભાવિત કરવાનો અંદાજ,નવી ઇમ્યુનલ થેરાપી સિસ્ટમથી ચોથા સ્ટેજના કેન્સર 90 ટકા સુધી મટી શકે છે : ઓન્કોલોજિસ્ટ ડૉ. વિરાજ લવિંગિયા

આજે યુવાનોને ગુટકા, તમાકુ, સિગારેટનાં વ્યસનના લીધે નાની ઉંમરે કેન્સર થઈ રહ્યા છે : ડૉ .શિવમ પંડ્યા

અમદાવાદ

અમદાવાદની સુપ્રસિદ્ધ શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા વોક ઓફ હોપ વોકથોન 2.0 આયોજન કરવામાં આવ્યું હતું . અમદાવાદમાં કેન્સર જાગૃતિની એક મોટી પહેલમાં 8000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.અમદાવાદ શેલ્બી હોસ્પિટલ્સ કે આજે ભારતીય સ્તરે પોતાનું નામ ધરાવે છે તેમના દ્વારા 25મી ફેબ્રુઆરી, 2024ના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે “વોક ઓફ હોપ- વોકથોન” 2.0. નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ કેન્સરની જાગૃતિ વધારવા માટે કરવામાં આવી હતી. અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટ માની એક છે.

હોસ્પિટલના ગ્રૂપ સીઓઓ ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે, “આ ભવ્ય ઈવેન્ટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમે ખૂબ જ આભારી છીએ. શેલ્બી હોસ્પિટલ્સમાં, અમે કેન્સરને સજા તરીકે જોતા નથી, પરંતુ “કેન્સર એટલે કેન્સલ નહીં” સાબિત કરીને યોગ્ય કાળજી અને સમર્થન સાથે દૂર કરી શકાય તેવા પડકાર તરીકે જોઇએ છીએ. આ મેગા ઈવેન્ટ પાછળનો ઉદ્દેશ્ય કેન્સર નિવારણ, વહેલી તપાસ અને સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. દર વર્ષે કેન્સરના કેસોની વધતી જતી સંખ્યા સાથે, શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SCRI) એ એક જ છત નીચે સર્વગ્રાહી અને કરુણાપૂર્ણ કેન્સરની સંભાળ પૂરી પાડવાનું લક્ષ્ય રાખ્યું છે. ચાલો આ ઉમદા હેતુ માટે એક થઈએ અને કેન્સર મુક્ત ભવિષ્ય તરફ કૂચ કરીએ.ધ વૉક ઑફ હોપ- વૉકૅથોન 2.0 માં ભાગ લેનારાઓએ 3 KM અથવા 6 KM વૉકની કરી હતી. આ પહેલમાં શહેરભરની વિવિધ શાળાઓ, કોલેજો, કોર્પોરેટ, કેન્સર સર્વાઈવર, ડોકટરો, ફિટનેસ ફ્રીક વગેરે લોકો એ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો.

નવી ઇમ્યુનલ થેરાપી સિસ્ટમથી ચોથા સ્ટેજના કેન્સર 90 ટકા સુધી મટી શકે છે : ડૉ. વિરાજ

શેલ્બી હોસ્પિટલ્સના વરિષ્ઠ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. વિરાજ લવિંગિયાએ માહિતી આપી હતી કે આમ દર્દીઓને ચોથા સ્ટેજનું પણ કેન્સર હોય તો આજની અમારી હોસ્પિટલમાં નવી ઇમ્યુનલ થેરાપી સિસ્ટમથી ચોથા સ્ટેજના કેન્સર 90 ટકા સુધી મટી શકે છે. એટલે ચોથા સ્ટેજમાં એવું ના કહી શકીએ કે કેન્સર એટલે કેન્સલ પરંતુ અહીંયા અમારે ત્યાં કેન્સર એટલે કેન્સલ નહીં ટેસ્ટ પોઝિટિવ આવે તો આપણી પાસે આખી સિરીઝ છે જેથી નિદાન થઈ શકે.SCRI દરેક દર્દીને વ્યક્તિગત અને અદ્યતન કેન્સરની સારવાર આપવાનો પ્રયત્ન કરે છે. તેમણે કહ્યું, “શેલ્બી હોસ્પિટલ કેન્સરના પડકારનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ (NCRP) દ્વારા 2025 સુધીમાં 1.7 મિલિયનથી વધુ લોકોને પ્રભાવિત કરવાનો અંદાજ છે. અમારી શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SCRI) કેન્સરની સારવારની વ્યાપક શ્રેણી ઓફર કરે છે. તબીબી, સર્જીકલ, રેડિયેશન ઓન્કોલોજી સહિતની સેવાઓ પ્રદાન કરે છે.

આજે યુવાનો ગુટકા, તમાકુ, સિગારેટનાં વ્યસન ના લીધે નાની ઉંમરે કેન્સર થઈ રહ્યા છે : શિવમ પંડ્યા

ડોક્ટર શિવમ પંડ્યાએ જણાવ્યું હતું કે મોઢા, જડબા, ગળા ના કેન્સર આપણા ગુજરાતમાં સૌથી વધુ છે કારણ કે આપણે ત્યાં ગુટકા અને સિગરેટ અને  તમાકુનું સેવન સૌથી વધુ છે ગમે તેટલી અવેરનેસ કરીએ તો પણ લોકોને ટેવ પડી જાય છે. સૌથી વધારે યુવાનો આજે સિગરેટ અને તમાકુ ગુટખા 10 થી 12 વર્ષની ઉંમરે ખાતા થઈ જાય છે જેના કારણે 20 થી 22 વર્ષની ઉંમરે કેન્સરના કેસો વધી રહ્યા છે. રૂરલ એરિયામાં સ્ત્રીઓ દ્વારા મસાલા ચાવવાની આદત વધી રહી છે જેના કારણે સ્ત્રીઓને પણ મોઢાના કેન્સર થાય તેવા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે. તમાકુ ગુટખાથી લાંબા સમયે મોઢું બંધ થઈ જવું , ચાંદા પડી જવા જેવા લક્ષણો આવી શકે છે.

”શેલ્બી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ કેન્સરની અસરકારક સારવાર પર વધુ વાત કરતા, ડો. ધર્મેશ પંચાલ, શેલ્બી હોસ્પિટલ્સના વરિષ્ઠ ઓન્કો સર્જન, જણાવ્યું હતું કે, “અમારી સુવિધામાં, અમે કેન્સરની સારવાર માટે બહુ-શિસ્ત અભિગમ અપનાવીએ છીએ. અમારી અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત ડોકટરો અમને ચોક્કસ અને અસરકારક સારવાર વ્યૂહરચના પહોંચાડવામાં સક્ષમ બનાવે છે.

ડો.ભાર્ગવ મહારાજા, સિનિયર ઓન્કો સર્જને જણાવ્યું કે “આ વ્યાપક અભિગમ, અમારા વિશ્વ-કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત છે, તે સુનિશ્ચિત કરે છે કે અમે કેન્સરના સંચાલનમાં ઉચ્ચતમ ધોરણની સંભાળ પૂરી પાડીએ છીએ.”

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com