અંબરીશ ડેર, અર્જુન મઢવાડિયા અને મુળુ કંડોરિયા ભાજપમાં વિધિવત રીતે જોડાયા, ભાજપમાં આવવાનું કારણ પણ કહ્યું, વાંચો….

Spread the love

ગતરોજ 4 માર્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે કમલમ ખાતે કેસરીયા કર્યા છે. તો બીજી બાજુ મુળુ કંડોરિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપનો ખેસ-ટોપી પહેરાવી વિધીવત રીતે સ્વાગત કર્યું છે.

મોઢવાડિયા અને અંબરીશ ડેરને ભાજપમાં જોડ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, વિકાસના નામે જીતાય નહિ એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે. મોદીએ 4 સેક્ટર પસંદ કર્યા. મહિલાઓ આજે મોદી પર વિશ્વાસ કરે છે કેમ કે તેમને હક અપાવ્યા છે. આખા વિશ્વમાં જો યુવાનોની જવાબદારી લીધી હોય તો એ મોદી છે. ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવ્યા. ગરીબો માટે સહાય યોજનાના દરવાજા ખોલી ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. 140 કરોડમાંથી 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય એમ નથી. લોકોને મદદ કરવાની ભાવના સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી છતાં નિરાશ થયા હશો અને એટલે જ આજે ભાજપમાં લોકો જોડાઈ રહ્યા છે તે તમામનું સ્વાગત છે.

પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું કે, 2003થી 2010 સુધી સક્રિય રાજકારણમાં યુવા મોરચામાં કામ કર્યું છે. 2003-10 સુધી ભાજપના એટલા કાર્યક્રમો સોંપ્યા હતા. વન બુથ ટેન યુથનો એક કાર્યક્રમ હતો. એ સમયે મેં અમરેલી વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ કરી લોકોને જોડ્યા હતા. જો કે એ સમયે સ્થાનિક નેતા સાથે માથાકુટ થતા પાર્ટી છોડી હતી. 2017માં કોંગ્રેસે મને ટિકિટ આપતાં એ પક્ષમાંથી લડ્યો હતો. 3 વખત પાટિલ સાહેબે મને અલગ અલગ રીતે આમંત્રણ આપ્યુ હતું. ** કોંગ્રેસના મોવડી મંડળને નજીકના લોકોએ જે રીતે ગેરમાર્ગે દોર્યા અને એ સમયે મારા સહિત અનેક લોકોને ન ગમ્યું.

ડેરે આગળ કહ્યું કે, ખાસ કરીને મારા પરિવારના પણ સભ્યો નારાજ થયા હતા. કોઈને દોષ નથી આપવા, ખરાબ નથી બોલવું. રાજનિતીમાં કામ કરવા આવ્યા છીએ. મારા માતાની તબિયત ખરાબ છે એટલે સી.આર. પાટીલ ઘરે આવ્યા હતા. રાજુલા મતસભા વિસ્તારમાંથી પણ આગામી સમયમાં લોકો જોડાશે. 2004માં આખા ગુજરાતમાં નગરપાલિકાના સૌથી નાની વયે પ્રમુખ તરીકે મોદી સાહેબે મારું સન્માન કર્યું હતું. આગામી સમયમાં I WANT TO PROVE MYSELF. પાર્ટી જે જવાબદારી સોંપશે એમાં પ્રામાણિકતા સાથે આગળ વધીશ.

ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુ

મોઢવાડિયાએ જણાવ્યું કે, મેં અને અંબરીશભાઈએ

ગઈકાલે જ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. દેશની આઝાદી

પહેલા દેશની પ્રજા, નાગરીકો, ક્રાંતિકારીઓ તમામ મહાત્મા

ગાંધીની આગેવાનીમાં એકત્ર થયા અને રાજકીય આઝાદી

મેળવવાનું લક્ષ્ય હતું પણ સામાજિક અને આર્થિક આઝાદી

મેળવવાની બાકી છે. એ સપનું આજે પણ અધુરું લાગે

છે. એ સમયે ગાંધી અને સરદાર નેતૃત્વ કરતા હતા. જ્યારે

આજે મોદી-શાહ નેતૃત્વ કરે છે. વિકસિત ભારતનું સપનું

લઈને કામ કરે છે. દેશમાં બદલાવ લાવી મહાસત્તા તરીકે

સ્થાપવાનું સપનું મોદીએ જોયું છે એટલે તેની પર મોદી-શાહ

કામ કરે છે. એ સમયે પણ તમામ વર્ગના લોકો એક છત

નીચે ભેગાં થયા હતા. આ વખતે નરેન્દ્ર ભાઈની આગેવાની

હેઠળ તમામ નાગરિક એક થઈને જોડાયા છે. કોંગ્રેસના

કપરા સંજોગોમાં નેતૃત્વ કર્યું છે.

તેઓએ આગળ કહ્યું કે, જો કોઈ સ્વાર્થ હોત તો એ સમયે

જ જોડાયા હતા. ભાજપ પાસે 156 રેકોર્ડ બ્રેક બેઠક

છે. લોકસભામાં બહુમતી છે. કંઈ ખુટે છે અને ઉમેરવા

આવ્યો છું એમ નહિ પણ રાજનીતિમાં આવી સામાજિક

અને આર્થિક બદલાવ લાવવાનું સપનું જોયું હતું. અત્યારે

એ પક્ષમાં એનજીઓ જેવી હાલત છે. અમે બદલાવ

લાવી શકીએ એમ નહોતા અને ભાજપમાં મને આ સપનું

સાકાર થતું હોય એમ લાગે છે એટલે ભાજપમાં જોડાયો

છું. ફરીથી કહું છું કે, જ્યારે કોંગ્રેસ છોડે ત્યારે અલગ

અલગ એજન્સીના નામ આપે છે પણ મારા સહિત કોંગ્રેસ

છોડનારા તમામ આગેવાનોને ક્યારેય ડર બતાવ્યો નથી.

ખિસકોલીની જેમ યોગદાન આપવાનું નક્કી કર્યું છે. આગામી

સમયમાં વિસ્તારના આગેવાનો જે જોડાવા માંગતા હશે તો

પ્રદેશ પ્રમુખની પરવાનગી લઈ તેમને જોડીશું. મોદી-શાહનો

આભાર કે મારા જેવા વ્યક્તિનો સ્વીકાર કર્યો. મારી શક્તિ

કમિટમેન્ટ સાથે ઉપયોગમાં લઈશ. બમણી શક્તિથી કામ

કરીશ. લોભ-લાલચ વગર પક્ષમાં જોડાયો છું.

કોંગ્રેસના ટોચના નેતાઓનું ભાજપમાં આગમન થવાનું ચાલુ છે. કોંગ્રેસ છોડનારા પૂર્વ તથા વર્તમાન ધારાસભ્યોને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં જોડી દેવાશે. ત્યાં બીજી કેડરના કોંગ્રેસના નેતાઓ સાથે પણ વાટાઘાટો થઈ રહ્યો છે, બીજી કેડરના નેતાઓને ક્યાંકને ક્યાંક સમાવવાની લાલચ આપી રહ્યા હોવાની વાતો બહાર આવી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા જ સમગ્ર ઓપરેશન હાથ ધરી રહ્યાં છે. 7મી તારીખે મોટાપાયે ભાજપમાં જોડાવવા ઇચ્છુક લોકોને ભાજપનો ખેસ પહેરાવવાનો કાર્યક્રમ યોજવાનો હોવાનું રાજકીય સૂત્રોએ જણાવ્યું છે. તેમજ જેમની સાથે 7 તારીખ નક્કી થઈ હતી તેમને મોડીરાત્રે વાત કરીને આજે જ શાહીબાગ, અસરવામાં રહેતા બીજી કેડર મતલબ કે કોર્પોરેશનની ચૂંટણી લડેલા લોકોને સમજાવીને આજે જોડવાનું નક્કી કર્યું છે, તેઓ હાલ કોબા પહોંચી ગયા છે.

પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચ્યા હતા. આ બન્ને નેતા જ્યારે જાન્યુઆરીમાં કોંગ્રેસે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને નકાર્યું ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના વિરોધ કરવા બદલ કોંગ્રેસ છોડી હોવાનું જણાવ્યું હતું.

અંબરીશ ડેરને ગઈકાલે સસ્પેન્ડ કરાયા બાદ એમણે રાજીનામું આપ્યું હતું ને જણાવ્યું હતું કે, કોંગ્રેસના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. 1982માં કોંગ્રેસમાં જોડાયો. તાલુકા કોંગ્રેસથી કારકિર્દી શરૂ કરી. કપરા સમયમાં કોંગ્રેસનો સાથ આપ્યો. આઝાદી 1947માં મળી. ગાંધીએ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક પરિવર્તન લાવવાનું ધ્યેય હોવું જોઈએ. એ હેતુ સાથે જ કોંગ્રેસમાં જોડાયો હતો. ભારે મન સાથે રાજીનામું આપ્યું.

અંબરીશ ડેર એ વધુમાં જણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ જે રીતે ચાલે એમાં હું સફળ થઈશ નહીં એમ મને લાગ્યું એટલે રાજીનામું આપ્યું. આ મારી રાજકીય સફર, દેશનું નેતૃત્વ, સ્થાનિક સ્તરે કોંગ્રેસ, હજારો કાર્યકરોનો આભાર. પ્રજા સાથે જે પક્ષ કનેક્શન ગુમાવે એ લાંબું ટકે નહીં અને એનજીઓ બની જાય. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવ્યું. એ સમયે પણ મેં અવાજ ઉઠાવ્યો હતો. એ સમયે પણ જેણે પણ આ નિર્ણય કર્યો હોય એ પરથી પ્રતીતિ થાય કે પ્રજા સાથે સંવાદમાં કચાશ રહી છે. મારો અવાજ પહોંચ્યો નહીં એટલે રાજીનામું આપ્યું. કોંગ્રેસ સાથેના બંધનમાંથી મુક્ત થયો છું. હું મુક્તિ અનુભવુ છું.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારા રાજકીય જીવનની શરૂઆત લોકો સાથે ચર્ચા કરીને આગળ જાહેર કરીશ. કોંગ્રેસમાંથી સૌથી વધારે પ્રવાસ કરનાર, કાર્યક્રમ કરનાર હું હતો એટલે જે લોકો હવે કોંગ્રેસમાં છે તેમણે આત્મમંથન કરવાનું છે. કોઈ સામે મારી ફરિયાદ નથી. નીકળતી વખતે પણ બધાનો આભાર માન્યો છે. જે ચાલે છે એ નજર સામે છે. 5-7 વર્ષથી આ પ્રકારે ચાલે છે. જો આત્મખોજ કરશે તો ટકી રહેશે, નહીં તો આજે સ્થિતિ સામે છે. મેં ક્યારેય કોઈ વિશે વ્યક્તિગત ટિપ્પણી નથી કરી. હું જ્યાં હોઉં ત્યાં મારી ભૂમિકા કમિટમેન્ટ સાથે છે. આધાર સાથે જ કાયમ વાત કરી છે અને એટલે જ વાત કરવામાં મુક્ત રહ્યો છું. મને ડરાવવા કોઈ આવ્યું નથી. હું હજુ ક્યાંય જોડાયો નથી. જો જોડાઈશ તો તેમની ઉદારતા હશે, પણ મેં ક્યારેય કોઈની વ્યક્તિગત ટિપ્પણી નથી કરી. પ્રધાનમંત્રી બાબતમાં વિધાનસભા કે એની બહાર એ પદને હંમેશાં માન આપવું જોઈએ. મનમોહન સિંહ સમયે પણ માનતો હતો, મોદી છે ત્યારે પણ માનું છું.

રાજીનામું આપ્યા બાદ અંબરીશ ડેરે વધુમાં જણાવતાં કહ્યું

હતું કે રાજનીતિમાં આવ્યા બાદ હું પદ પાછળ દોડ્યો નથી.

મને સૌથી વધુ દુઃખ કોંગ્રેસનું રામમંદિર પ્રત્યેના વલણનું

છે. મેં કોઈ ડીલ કરી નથી. મેં 2003માં જાહેર જીવનની

શરૂઆત કરી હતી. અમરેલી જિલ્લામાં યુવા મોરચામાં 20

વર્ષ કામ કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં નિર્ભય રીતે

વાત કરતો હતો. રામમંદિર અને કલમ 370 મુદ્દે વાત કરી

હતી. દેશમાં તમામ રાજ્યમાં વિવિધતા છે, પણ એકતા પણ

મજબૂત છે. છેલ્લાં 3 વર્ષથી પાટીલ મને આમંત્રણ આપતા

હતા. હું જ્યાં જોડાયો છું ત્યાં મારા સંબધ છે, કોંગ્રેસમાં

મારા સંબધો રહેશે. રસ્તો અલગ હશે, પણ ધ્યેય મારા

લોકોની સેવા કરવાનું છે.

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે આગળ કહ્યું હતું કે, 550 વર્ષથી રામમંદિર બાબતે ચર્ચા હતી, પણ ત્યાં ન જવું જોઈએ એવું કહેવામાં આવ્યું હતું. હું કોંગ્રેસપક્ષ અને નેતાને બદનામ નહીં કરું. એટલું કહીને આજે 12.30 વાગ્યે ભાજપમાં જોડાઈશ એવું કહ્યું હતું. તમામ કાર્યકર્તાઓ અને સમર્થકોને આગામી દિવસોમાં જોડવામાં આવશે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મને ભાજપમાં જોડાવવા ઓફર કરી હતી. કોઈ સોદા કર્યા વગર ભાજપમાં જોડાઈશ. લાગણીના સંબંધ હોય ત્યાં સોદો ના હોય, રાજુલા બેઠક પર હજુ કંઈ નક્કી નથી. બહુજન સમાજ પાર્ટીમાં હું ચૂંટણી લડ્યો છું. હોદ્દો પદ મહત્ત્વનું નથી, લોકોની સેવા કરવા માટે ભાજપમાં જોડાઈશ. મેં ભૂતકાળમાં ભાજપ છોડ્યો નહોતો, સ્થાનિક લેવલે પ્રશ્ન હતો ત્યારે યોગ્ય લાગ્યું નહીં એટલે મેં ભાજપ છોડ્યો હતો. રાજકારણમાં ક્યારેય કોઈ દુશ્મન નથી.

‘સહયોગ કરવા બદલ હું કોંગ્રેસ પાર્ટીનો અભાર માનું છું’ અંબરીશ ડેરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામું મોકલી આપ્યું હતું. આ રાજીનામામાં તેમણે લખ્યું હતું કે, જયહિન્દ સાથે જણાવવાનું કે હું તમને માહિતગાર કરવા માગું છું કે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને હું કોંગ્રેસ પાર્ટીના ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ અને અન્ય તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. ભૂતકાળમાં મેં કોંગ્રેસના બેનર હેઠળ જીત હાંસલ કરી અને લોકોની સેવા કરી છે. એમાં સહયોગ કરવા બદલ હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. કૃપા કરીને મારા રાજીનામાનો સ્વીકાર કરજો.

ગતરોજ અમદાવાદના સાયન્સસિટી વિસ્તારમાં અંબરીશ ડેરના ઘરે પાટીલ સાથે મુલાકાત થઈ હતી. આ સમયે માયાભાઈ આહીર પણ ત્યાં હાજર હતા. આ મિટિંગમાં ક્યારે રાજીનામું આપી ક્યારે જોડાવવું એ બધું નક્કી થઇ રહ્યું હતું. તેમજ ભાજપમાં જોડાવવા માટે માયાભાઈએ મનાવ્યા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી હતી. આ બેઠકમાં માયાભાઈ આહીર, પ્રદેશ ભાજપ મંત્રી રઘુ હુંબલ, ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહીર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને રાજુલાના વતની એવા પી.કે.લહેરી પણ હાજર હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અંબરીશ ડેર માટે રૂમાલ મુકીને જગ્યા રાખી હતી. માત્ર એટલું જ નહીં, આ વાત તેઓ બબ્બેવાર જાહેર મંચ પરથી કહી ચૂક્યા હતા. જો કે આમ છતાં અંબરીશ ડેર ભાજપમાં જોડાવા માટે અવઢવમાં હતા અને કોંગ્રેસને રામ રામ કર્યા નહોતા, પરંતુ હવે તેઓએ પાટીલે ભાજપની બસની સીટ પર રાખેલો રૂમાલ લઈને એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે. આમ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ગઈકાલે વધુ એક ઝટકો લાગ્યો હતો અને અંબરિશ ડેર આજે ભાજપમાં જોડાયા છે.

નવેમ્બર 2021માં અમરેલીમાં આયોજિત એક સામાજિક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક નિવેદન કરી રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેરને પંપાળવાનો પ્રયાસ કર્યો હતો. પાટીલે હસતાં હસતાં કહ્યું હતું કે ડેરને તો મારે એક દિવસ ખખડાવવા પડશે, ખખડાવવાનો મારો અધિકાર છે. સાથે કહ્યું હતું કે આપણે બસમાં બેસતા ત્યારે કેમ રૂમાલ મૂકી જગ્યા રાખતા તેમ અમે ડેર માટે જગ્યા રાખી મૂકી હતી. પાટીલના નિવેદન બાદ અંબરીશ ડેરે કહ્યું હતું કે, ચૂંટણીમાં તમામ પક્ષો જીતી શકે તેવા ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસ કરતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com