જો સંસ્થાઓની બરબાદી રોકવામાં ના આવી તો લોકતંત્ર પર તાનાશાહીનો કબ્જો થઇ જશે : મલ્લિકાર્જુન ખડગે

Spread the love

કોંગ્રેસે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના રાજીનામાને ભારતીય લોકતંત્ર માટે ચિંતાજનક ગણાવ્યું છે. આ સાથે જ કોંગ્રેસે આ ઘટનાક્રમ વિશે સ્પષ્ટીકરણ આપવાની વાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો કે જો સંસ્થાઓની બરબાદી રોકવામાં ના આવી તો લોકતંત્ર પર તાનાશાહીનો કબ્જો થઇ જશે.

ખડગેએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કર્યુ કે, “ભારતમાં હવે માત્ર એક ચૂંટણી કમિશનર છે, જ્યારે કેટલાક દિવસમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે.

જેવું કે મે પહેલા કહ્યુ છે, જો આપણે પોતાની સ્વતંત્ર સંસ્થાઓની સુનિયોજિત બરબાદી રોકતા નથી તો તાનાશાહી દ્વારા આપણા લોકતંત્ર પર કબ્જો કરી લેવામાં આવશે.” કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે ચૂંટણી કમિશનર હવે ધ્વસ્ત થતી અંતિમ બંધારણીય સંસ્થામાંથી એક હશે. ખડગેએ કહ્યું કે મોદી સરકારે આ સવાલોનો જવાબ આપવો જોઇએ અને યોગ્ય સ્પષ્ટિકરણ આપવું જોઇએ.

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે પણ કહ્યું કે ચૂંટણી પંચના કામકાજમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવી જોઇએ. વેણુગોપાલે એક્સ પર પોસ્ટ કર્યુ કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના સ્વાસ્થ્ય માટે ચિંતાજનક વાત છે કે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે લોકસભા ચૂંટણી પહેલા રાજીનામું આપ્યું છે. ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા કેવી રીતે કામ કરી રહી છે? જેમાં બિલકુલ પણ પારદર્શિતા નથી.”

વેણુગોપાલે સરકાર પર આરોપ લગાવ્યો કે તે ચૂંટણી પંચ પર દબાણ નાખે છે. વેણુગોપાલે દાવો કર્યો કે 2019ની લોકસભઆ ચૂંટણી દરમિયાન અશોક લવાસાએ આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે વડાપ્રધાનને ક્લિનચીટ આપવા વિરૂદ્ધ અસહમતિ વ્યક્ત કરી હતી. બાદમાં તેમણે સતત પૂછપરછનો સામનો કરવો પડ્યો હતો. આ વલણ દર્શાવે છે કે શાસન લોકતાંત્રિક પરંપરાઓને નષ્ટ કરવામાં લાગેલુ છે.”

કોંગ્રેસ મહાસચિવ સંચાર પ્રભારી જયરામ રમેશે કહ્યું, “અરૂણ ગોયલે રાજીનામું આપ્યું તેનાથી મારા મનમાં 3 કારણ આવ્યા કે શું તેમના અને મુખ્ય ચૂંટણી કમિશનરમાં મતભેદ આવી ગયા છે? શું તેમના અને મોદી સરકારમાં કેટલાક મતભેદ આવી ગયા છે…મારા મનમાં એવો પણ સવાલ આવ્યો કે હજુ કોલકાતા હાઇકોર્ટના જજ રાજીનામું આપીને ભાજપમાં સામેલ થઇ ગયા. શું તેમણે પણ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવા માટે રાજીનામું આપ્યું છે. આગામી કેટલાક દિવસમાં સ્પષ્ટીકરણ તો આવશે પરંતુ મારા મનમાં આ સવાલ આવ્યા છે. બન્ને સવાલ આપણા લોકતંત્રને નબળુ કરે છે. આ લોકતંત્ર પર એક આક્રમણ છે.”

મહત્ત્વપૂર્ણ છે કે ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે 2024ની લોકસભા ચૂંટણીના કાર્યક્રમની સંભવિત જાહેરાતના કેટલાક દિવસ પહેલા શનિવાદે પદ પરથી રાજીનામું આપ્યું હતું. અરૂણ ગોયલનો કાર્યકાળ ડિસેમ્બર 2027 સુધીનો હતો. ફેબ્રુઆરીમાં અનૂપ પાંડેની સેવાનિવૃતિ અને અરૂણ ગોયલના રાજીનામા બાદ ત્રણ સભ્યોના ચૂંટણી પંચમાં હવે માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com