આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે વિસાવદર વિધાનસભા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

Spread the love

 

વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા તથા પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ ઉપસ્થિત રહ્યા

વિસાવદરના લોકોએ વિધાનસભા ચૂંટણીમાં બદલાવ માટે વોટ આપીને વિસાવદર વિધાનસભાની સીટ આમ આદમી પાર્ટીને જીતાડી આપી હતી:અમને પૂરી ખાતરી છે કે ફરી એકવાર વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી જ જીતશે: ઈસુદાન ગઢવી

વિસાવદર

આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભા ખાતે યોજાનાર આગામી પેટા ચૂંટણી લડવા જઈ રહી છે. આજરોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા તથા પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ સહિત પ્રદેશના હોદ્દેદારો, સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આમ આદમી પાર્ટીને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કરી હતી.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ કાર્યકર્તાઓ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના લાંબા શાસન દરમિયાન ગુજરાતની જનતા ખૂબ જ ત્રસ્ત હતી અને વિપક્ષ કોઈ પણ પ્રકારનો બદલાવ લાવવામાં નિષ્ફળ સાબિત થયો હતો. પરંતુ ત્યારબાદ એક ઉમ્મીદની કિરણ બનીને આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પ્રવેશી. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પ્રવેશમાં વિસાવદરે ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો હતો અને બદલાવ માટે વોટ આપીને વિસાવદર વિધાનસભાની સીટ આમ આદમી પાર્ટીને જીતાડી આપી હતી. આ જીત માટે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરી હતી. આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો હાલ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. ફક્ત વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય કમજોર સાબિત થયા હતા. પરંતુ આ વખત એક મજબૂત ઉમેદવારને ચૂંટણી લડાવવામાં આવશે અને અમને પૂરી ખાતરી છે કે ફરી એકવાર વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી જ જીતશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com