ભરૂચ લોકસભા સીટ ઉમેદવાર ચૈતર વસાવાએ કરજણ વિધાનસભા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કર્યું,આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને વોટ આપશે: ચૈતર વસાવા

Spread the love

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા હાલ સ્વાભિમાન યાત્રા દ્વારા ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણે ફરી રહ્યા છે. ભરૂચના તમામ તાલુકાઓ અને ગામોમાંથી ચૈતરભાઈ વસાવાને ખુબ જ મોટું સમર્થન મળી રહ્યું છે. 22 ફેબ્રુઆરીથી શરૂ થયેલ સ્વાભિમાન યાત્રાનો 17 મો દિવસ સફળતાપૂર્વક પૂરો થયો. આ દરમિયાન કરજણ વિધાનસભા ખાતે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદઘાટન સમયે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ કરજણ વિધાનસભાના અનેક ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ધારાસભ્ય અને ભરૂચ સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર ભયથી, ભ્રમથી અને ભ્રષ્ટાચારથી શાસન ચલાવી રહી છે. શરૂઆતમાં તે લોકોએ મને મનાવવાની કોશિશ કરી પરંતુ હું તેમની વાતોમાં ન આવ્યો માટે તેમણે મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યા. તેમણે મને અને મારા પત્નીને ખોટા કેસોમાં ફસાવીને જેલમાં મોકલ્યા.

હું ધારાસભ્યો બન્યો છું માટે મારે ડેડીયાપાડાના ભરૂચના અને સમગ્ર ગુજરાતના બાળકોની શિષ્યવૃત્તિ માટે, શિક્ષણ માટે, યુવાનો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે બોલવું જોઈએ અને હું બોલ્યો પરંતુ, જ્યારે અમે આવા મુદ્દાઓ ઉઠાવીએ છીએ ત્યારે સરકારને આ ગમતું નથી. મારા વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવા છતાં પણ મને જેલમાં રાખવામાં આવ્યો અને જ્યારે હું બહાર આવ્યો તો એવી શરતો મૂકવામાં આવી જેના કારણે હું મારા મતવિસ્તારમાં અને નર્મદા જિલ્લામાં પ્રવેશ નથી કરી શકતો.આ વખતે ભરૂચના લોકોએ મજબૂત રીતે પોતાના મતનો ઉપયોગ કરવાનો છે. લોકતંત્ર બચાવવા માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે. અને સાથે સાથે ઇન્ડિયા ગઠબંધન બન્યું અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક સાથે આવી છે, માટે સમીકરણો પણ ખૂબ જ સરસ બની રહ્યા છે. ભાજપના લોકો ધર્મ આધારિત ચૂંટણી લડીને લોકોના વોટ મેળવી લેતા હતા, પરંતુ આ વખતે કોઈપણ ધર્મ કે જાતિનું હથિયાર કામ કરશે નહિ. મને પૂરેપૂરી આશા છે કે એક તરફી મતદાન કરીને આ વખતે ભરૂચના લોકો બદલાવ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનને વોટ આપશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com