લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી માટે બેઠક કરી રહ્યાં છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી ના લડવાની જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ના લડવાની ઇચ્છા હાઇકમાન્ડને પણ જણાવી દીધી છે.
ભરતસિંહ સોલંકીએ 2004થી 2014 સુધી આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું છે.ભરતસિંહ સોલંકી 1995માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ભરતસિંહ સોલંકી 2004 અને 2009માં આણંદથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીતીને સાંસદ બન્યા હતા.
My family and I have been given a lot by the Congress party over the decades. Considering my current responsibility as AICC in-charge Jammu & Kashmir and to be able to effectively campaign for the party in Gujarat, I humbly convey to the high command of my wish not to contest…
— Bharat Solanki (@BharatSolankee) March 12, 2024
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોના નામ પર ચર્ચા માટે મહત્ત્વની બેઠક મળી હતી. CECની આ બીજી બેઠકમાં ગુજરાત (14), રાજસ્થાન (13), મધ્ય પ્રદેશ (16), આસામ (14), ઉત્તરાખંડ (5)ની લગભગ 63 બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ચુકી છે. કોંગ્રેસની આ યાદીમાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કેટલાક સીનિયર નેતાઓના નામ સામેલ હતા. રાહુલ ગાંધી ફરી એક વખત કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે.