અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આગામી લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે એકાદ બે દિવસમાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખો પ્રસિધ્ધ થતાં આર્દશ આચારસંહિતા અમલમાં આવવાની છે ત્યારે અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા તા. ૦૭-૩-૨૪ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદમાં આવેલ કુલ ૩૯ વિકાસના કામો પૈકી રૂા. ૧૮૭.૪૫ કરોડના કુલ ૨૮ કામો લાવેલ હતાં તેવી જ રીતે તા. ૧૪-૩-૨૪ના રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કુલ ૬૮ વિકાસના કામો પૈકી રૂા. ૩૧૦.૦૦ કરોડના કુલ ૫૬ કામો લાવેલ હતાં આ બે સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ રૂા. ૪૯૭.૪૫ કરોડના કુલ ૮૪ કામો લાવેલ હતાં આ કામો માત્ર ને માત્ર લોકસભાની ચૂંટણી આવનાર હોવાથી રાજકીય લાભ મેળવવાના હેતુસર કામો લાવેલ હતાં નવાઈની વાત તો એ છે કે, આ કામો બાબતે ચૂંટાયેલી પાંખને કામો પુરા સમજવા બાબતે પણ પુરતો સમય આપ્યો નથી ગઈ કાલે મળેલ સ્ટેન્ડિંગ કમિટી માત્ર ૧૫ મીનીટમાં પુરી કરી દેવામાં આવેલ હતી તેમજ સ્ટેન્ડિંગ કમિટી પુરી થઇ ગયાં બાદ પણ પાછળથી બીજા કામો પણ તાકીદમાં લાવવામાં આવેલ હતાં.આ સમગ્ર કામો પૈકી મોટા ભાગના કામો કંઈ ૧ કે ૨ માસમાં પુરા નથી થવાના તો પછી કામો મંજુર કરવા બાબતે આટલી ઉતાવળ કોના માટે? સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્રને ખબર જ હતી કે માર્ચ માસમાં આચાર સંહિતા લાગુ થવાની છે તો પહેલાં કેમ કામો લાવવામાં ના આવ્યાં ? અને માત્ર ૧૫ દિવસમાં ધડાધડ કામો ઝડપથી લાવી કામો સમજવા માટે પુરતો સમય પણ ના આપ્યો અને તે કામો પણ તાકીદમાં લાવી ઝડપથી મંજુર પણ કરી દેવાયા આ સમગ્ર ઘટના અને આટલી ઝડપ કોના લાભાર્થે ?
મ્યુ.કોર્પોરેશનના વહીવટી તંત્રને ગાંધીનગરથી કામો ઝડપથી આટોપી લેવાની કડક સૂચના આપેલ હોય તેમ જણાય છે તે સ્પષ્ટ રીતે રાજકીય પ્રતિક્રિયાના ભાગ રૂપે છે.આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે ગાંધીનગરના ઈશારે કામગીરી કરવાની વાત તે મ્યુ.કોર્પોના વહીવટમાં રાજ્યસરકારના હસ્તક્ષેપ સમાન છે. રાજ્ય સરકારે મ્યુ.કોર્પોની વહીવટી બાબતોમાં રાજ્ય સરકાર બીનજરૂરી દખલગીરી કરે તે વ્યાજબી બાબત નથી આગામી ચૂંટણીના સંદર્ભમાં મ્યુ.કોર્પોનો સરેઆમ દુરપયોગ શરૂ થઈ ગયો છે. મ્યુ.અધિકારીશ્રીઓની એવી તો કઈ મજબુરી છે? વહીવટી તંત્ર જેટલી ઝડપથી કામો લાવેલ છે જો તેટલી ઝડપ પ્રજાની ફરિયાદોના ઉકેલ માટે લાવે તો પ્રજાની કોઈ ફરિયાદો પેન્ડીગ જ ના રહેવા પામે .અમદાવાદ મ્યુ.કોર્પોરેશન એ કોઈ રાજકીય રમતવીરોનો અખાડો નથી કે કોઈ સત્તાધીશો માટેનું સત્તાનું કેન્દ્ નથી પરંતુ એ સ્થાનિક સ્વરાજ્યની સ્વાયત સંસ્થા છે જેમાં ચૂંટાયેલી પાંખના સભ્યો તેના ટ્રસ્ટીઓ છીએ અમદાવાદ મ્યુ.કોર્પોમાં ભારતીય જનતા પક્ષ સત્તાસ્થાને આવ્યા બાદ મ્યુ.કોર્પોના વહીવટમાં ભાજપીકરણ આવી ગયેલ છે. સત્તાધારી ભાજપ દ્વારા ઉતાવળે કામો મંજુર કરીને કામોનું ખાતમુર્હત કરી પ્રજાને મુર્ખ બનાવી ચૂંટણીલક્ષી ધનસંચય કરવામાં આવેલ છે જે સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે.