મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને અદાણી યુનિવર્સિટી વચ્ચે થયા MoU,લોકસભા ચૂંટણી સંદર્ભે ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવાનો દ્વારા ‘મતદાન જાગૃતિ’ અંગે રેલી યોજાઈ

Spread the love

યુવાઓમાં મતદાન અંગે જાગૃતતા લાવવા આગામી દિવસોમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ સાથે કરાશે MoU

યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શનમાં કરાયું આયોજન,500થી વધુ યુવાઓ ‘મતદાન જાગૃતિ યુવા સંવાદ’ રેલીમાં જોડાયા

અમદાવાદ

આજનો યુવાન એ આવતીકાલનો જવાબદાર નાગરિક છે. યુવાનોમાં મતદાન અંગે જાગૃતતા લાવવા તથા અચૂક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અદાણી યુનિવર્સિટી સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગિતા અંગે MoU કરવામાં આવ્યા છે.આ MOU અંતર્ગત અદાણી યુનિવર્સિટીના યુવાનોમાં મતદાન પર્વના મહત્ત્વ અને મતદાન અંગે જાગૃતતા લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાઓને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી આપવામાં આવશે. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત આગામી દિવસોમાં શહેરની વધુમાં વધુ શૈક્ષિણક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં યુવા મતદારોની સક્રિય ભાગીદારી વધે તે સંદર્ભે MOU કરવામાં આવશે.અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તે દિશામાં અમદાવાદ ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે, એવું સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શનમાં આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા અને અચૂક મતદાનના શપથ લેવડાવવા મતદાન જાગૃતિ યુવા સંવાદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં 500થી વધુ યુવાનોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો જેવા કે, ‘દસ મિનિટ દેશ માટે’, ‘વોટ ફોર સ્યોર’, ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’, ‘વૃદ્ધ હો યા જુવાન, સૌ કરે મતદાન’, ‘અચૂક કરીએ મતદાન, એજ લોકશાહીનું સન્માન’ જેવાં વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા.આ રેલી બાદ મતદાન જાગૃતિમાં સક્રિય ભાગીદારી વધારવા એક ઓરીએન્ટેશન યોજાયું હતું. જેમાં ભારતના ચૂંટણી પંચના નિર્દેશાનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણીલક્ષી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત યુવાનોએ દેશહિતમાં અચૂક મતદાનના શપથ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંગેના નિરંતર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉપરાંત શહેર જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંકુલમાં પણ યુવાનોમાં મતદાનની જાગૃતિ વધે તેવા કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com