આચાર સંહિતા કે માર્ચ એન્ડિંગ, No પેન્ડિંગ
દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા આંદોલન, રેલી, માંગણીઓથી લઈને સચિવાલય સુધી અનેક લોકોએ દોટ મૂકી છે, ત્યારે આચારસંહિતા લાગી જાય તે પહેલા ફાઈલો ક્લિયર કરાવવા પણ અનેક લોકો દોડી રહ્યા છે ત્યારે આચાર સંહિતા અને માર્ચ મહિનો એટલે કે માર્ચ એન્ડિંગ, નો પેન્ડિંગ, જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે રાતોરાત બદલીઓનો પણ દોર શરૂ થતા જુના અધિકારી પાસે લોકો દોડીને બાપા પેલું પતાવો, ત્યારે સચિવાલય, મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની કચેરીઓ રાત સુધી ધમધમી હતી, ત્યારે મહાનગરપાલિકામાં ચેરમેન ડેપ્યુટી મેયર પણ મોડા સુધી કામમાં વ્યસ્ત રહ્યા હતા, ત્યારે મેયર પોતે અગાઉથી વિકાસના કામોના JCB ફેરવી લીધા છે, એટલે એમની હાજરી ન હતી ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનનું પદ પણ ચૂંટણી લોકસભાની બાદ નવી નિમણૂકનો દોર આવશે, એટલે હવે અઢી વર્ષ પૂર્ણ કર્યા બાદ 24 કલાક કામના ઓછા લાગતા હતા,
ચૂંટણી આજે જાહેર થવાની શક્યતા પ્રબળ છે, અને ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે બાદ પ્રેસ કોન્ફરન્સ પણ રાખવામાં આવી છે, જીપ જાહેરાત થયા બાદ તંત્ર પણ હાંસકારો અનુભવશે, પણ જૂની તારીખમાં સહી થઈ જાય તે માટે અનેક લોકોની દોડધામ વધી ગઈ છે, મનપામાં તો રાત સુધી ઓફિસ ધમધમી હતી, ત્યારે હવે પેન્ડિંગ કામો તથા જૂની ફાઈલો, બિલો, નવા કોન્ટેક મેળવવા આદેશ મળી જાય તે માટે કોન્ટ્રાક્ટરોએ છ વાગ્યા બાદ બેઠક જમાવી હતી, હવે કતલની રાતનો છેલ્લો દિવસ પૂર્ણ થયો છે, ત્યારે હવે ગણતરીના કલાકોમાં કેટલા કામો થાય છે, તે જોવું રહ્યું, બાકી એક વાત છે, તેમાં સૌથી વધારે જો કામ ઝડપથી થ યા હોય અને ફાઇલો ક્લિયર થઈ હોય તો આ અઠવાડિયામાં કામોનો ધાણવો કાઢી નાખ્યો છે,
બોક્સ
->> આખા વર્ષમાં કામ નહોતા થયા અને જેટલી ફાઈલો ક્લિયર નહોતી થઈ તે સાત દિવસમાં જથ્થા બંધ ફાઈલો ક્લિયર અને ઓર્ડરો થયા
->> કોન્ટ્રાક્ટરો દ્વારા નવા હુકમ મેળવવા તથા પડતર બિલોની પાસ કરાવવા દોડધામ મચાવી છે, બદલીના ઓર્ડરો પણ કરાવવા આજીજી કરી રહ્યા છે, કે આચારસંહિતા લાગે તે પહેલા કરી દો,