લોકસભાની ચૂંટણી બાદ તમામ હોદ્દેદાર પર મહિલા હોદ્દેદારને બનાવવા વિચારણાનો ધોધ..
દેશમાં લોકસભાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે, ત્યારે લોકો કોન્ટ્રાક્ટરના ઓર્ડર્સ બદલી પડતર પ્રશ્નો ઝડપથી પૂર્ણ થાય અને આચારસંહિતા પહેલા જ કામ થઈ જાય તે માટે દોટ મૂકી છે, ત્યારે ચૂંટણી બાદ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના પદ માટેની નવી નિમણૂકનો દોર આવે જેથી પ્રદેશ અને શહેરના હોદ્દેદારોનું મંતવ્ય જાણ્યા બાદ નિર્ણય લેવા છે, ત્યારે ભાજપના ઉત્તરના સાંસદથી લઈને દક્ષિણના સાંસદ અલ્પેશજી ઠાકોરનું પણ મંતવ્ય લેવાશે, દક્ષિણનું સૌથી મોટો વિસ્તાર મનપામાં આવે છે, ત્યારે ભાજપ દરેક વખતે અનેક પ્રયોગો કરવામાં માહિર છે, ગુજરાત એ રાજકીય પ્રયોગશાળા કહી શકાય, ત્યારે મન પર જ્યારથી બની ત્યારથી GJ-18 ખાતે કોંગ્રેસની સીટો વધુ હતી, બીજી વખત પણ સીટો બંનેની સરખી આવી, ત્યારે નવા સમીકરણ રચાયા બાદ જુના તમામને ઘર ભેગા કરીને નવાને ટિકિટ આપી, તેમાં ભાજપ મોટી સફળતા સાથે ભુક્કા બોલાવી નાખે તેવી 41 સીટો સાથે જીત મેળવી, ત્યારે હવે આવનાર દિવસોમાં નવી પ્રયોગશાળા જો હોય તો તે તમામ મહિલાઓમાંથી મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન પદ માટે નિર્ણય કરે તો નવાઈ નહીં,
ભાજપમાં 41 સીટો છે, તેમાં બે પાંચ રિસામણો જાય તો પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી, ત્યારે દરેક નગર સેવકના કામોનો ડેટા પણ ભાજપ મેળવી રહ્યો છે, ત્યારે હમણાં જ ભાજપમાં બે મહિલા નગર સેવકને સસ્પેન્ડ કરી, તેમાં મહિલાના પતિ દ્વારા આદરેલ ભ્રષ્ટાચાર સંદર્ભે ભાજપ હવે જરાય ચલાવી લેવાના મૂડમાં નથી, પ્રજાના પ્રશ્નો, અને પ્રજાના કામો નહીં થાય અને ફરિયાદો મળશે તો ચકાસણી બાદ નિર્ણય પણ મજબૂતાઈથી લેશે, ત્યારે વડોદરાના પૂર્વ મેયરને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા, હવે 41 સીટમાંથી તમામ મહિલાઓમાંથી જ હોદ્દા આપવામાં આવે તો વિરોધ થશે તો પણ પાર્ટી મજબૂતાઈથી કોઈ પણ નિર્ણય આંકરા લેતા ખચકાશે નહીં, હા, ભાજપમાં મેયરનું પદ મહિલા અનામત છે, ત્યારે હવે ડેપ્યુટી મેયર તથા ચેરમેન પદ માટે પણ મહિલાઓને મૂકવા નિર્ણય લેવાય તો નવાઈ નહીં, બાકી મહિલાઓમાં બ્રાહ્મણ પટેલ રાજપૂત સમાજની મહિલાઓ માટે ઉજળો ચાન્સ છે, ત્યારે પુરુષોને કમિટીમાં મૂકવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે, પણ હા, ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી નો પદ મહિલા ચલાવી શકે કે કેમ? તે પ્રશ્ન હાલ પેચીદો છે, બાકી ડ્રાઇવિંગ સીટ ઉપર કોઈ બેસે અને ચેરમેન ……. સ્ટેમોડ બની જાય તો?. આ મુદ્દે ફાયર બ્રાન્ડ તથા મજબૂત અને હોશિયાર મહિલાની શોધ પણ રડારમાં છે, બાકી SC, ST, OBC ને તો તમારું હોય તો આવવું, અને કહેવાતું, બાકી ભજન કરો, ત્યારે જો મહિલાઓને ત્રણ પદ મુખ્ય છે, તેમાં નિમણૂક કરવામાં આવશે તો પક્ષના નેતાથી લઈને બીજા પદમાં મહિલા મોરચો જો મુકાઈ જશે, જે પહેલ હવે GJ-18 કરે તો નવાઈ નહીં,
બોક્સ
->> મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેનના પદ માટે તમામ મહિલાઓ મુકાય તો નવાઈ નહીં,
->> સૂત્રો દ્વારા મળેલ માહિતીનુસાર, પ્રદેશ કક્ષાએથી લઈને અનેક નેતાઓ હવે નવો પ્રયોગ કરવા આગળ ધપી રહ્યા છે, ગુજરાતની રાજકીય પ્રયોગશાળામાં હવે મનપા GJ-18 માં નવી પહેલ કરે તો નવાઈ નહીં, બાકી મેયરનું પદ મહિલા અનામત છે, ત્યારે તમામ મહિલાઓ જ હોદ્દેદાર બનાવવામાં આવે તેવી શક્યતાઓ સૂત્રો સીવી રહ્યા છે,
->> ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી નું પદ જોવા જઈએ તો અઘરું મહિલા માટે છે, ત્યારે કઈ મહિલા સક્ષમ છે, તે પણ રડારમાં છે, ત્યારે GJ-18 મનપા મહિલાઓની તમામ નિમણૂકો આપીને નવી પહેલ કરે તો નવાઈ નહીં,