Gj 18 ખાતે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીનું અંકિત, તુષાર મિલાપ થશે
Gj 18 ખાતે ભાજપની 41 સીટો આવી છે ત્યારે કોંગ્રેસની ફક્ત બે સીટો અને આમ આદમી પાર્ટીની એક સીટ આવી છે ત્યારે ભાજપના 41 નગર સેવકોને એક નગર સેવક અંકિત બારોટ હંફાવી રહ્યો છે પ્રજાના પ્રશ્ન રોજ નવા કજિયા કરવાના અને ભજીયા ખાઈને તૈયાર થઈને આવી જવાનું બાકી રાડ પાડી જાય, ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આજરોજ અંકિત બારોટ નો જન્મદિવસ હોવાથી આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ બંને ભેગા મળીને જાદુ કી જપ્પી કરે તો નવાઈ નહીં.
Gj 18 ખાતે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર અંકિત બારોટના જન્મદિન આજરોજ શહેરમાં એક નામાંકિત હોટલમાં સાંજે યોજવાનો છે અને ઘણા ખાનગીમાં કાર્યકરોને આમંત્રણ પણ આપ્યું છે ત્યારે અંકિતના જન્મદિને અંકિત તુષાર નો મિલાપ થાય તેવી શક્યતા જોઈ રહી છે, આમ પણ ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભેગી થઈને ચૂંટણી લડી રહી છે, ત્યારે હવે જન્મદિને નવાજૂની જાણવા મળશે, બાકી વિરોધ પક્ષ તરીકે ભલે કોંગ્રેસની બે સીટ હોય પણ સામાન્ય સભા હોય ત્યારે અનેક લોકો તોબા પોકારી જાય છે, પ્રજાના પ્રશ્ન હર હમેશા દોડતા અંકિત દોડતા રહે તે માટે આજે ઘણા કોંગ્રેસના કાર્યકરો ઓક્સિજન પૂરો પાડશે
બોક્સ :-
અંકિત નો એકડો, તુષાર નો તગડો, એટલે આંકડો 13 થાય, 13 નો આંકડો ભલભલાને નડ્યો હતો, બાકી આજરોજ અંકિત તુષાર જાદુની જપ્પી ભેગા થઈને આપે તો નવાઈ નહીં