રાજકોટમાં સભા સંબોધતા રૂપાલા રડવા લાગ્યા,…

Spread the love

રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પ્રચંડ પ્રચાર ચાલી રહ્યાં છે. તેઓ આજે મવડી વિસ્તારમાં કિસાન ગૌ શાળા ખાતે સ્નેહ સંવાદ કાર્યક્રમ હાજર રહ્યાં હતાં. જે કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના નેતાઓની હાજરીમાં યોજાયો હતો. જે કાર્યક્રમ દરમિયાન પરષોત્તમ રૂપાલા ભાવૂક હતાં. સભા સંબોધતી વખતે પરષોત્તમ રૂપાલાની આંખમાં આંસુ આવ્યા હતાં.

મવડી વિસ્તારમાં કિસાન ગૌ શાળા ખાતે સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પરષોત્તમ રૂપાલા ભાવૂક થઈ ગયાં હતા. તેમની આંખોમાં આસું પણ જોવા મળતા ભાવૂક દર્શ્યો પણ સર્જાયા હતાં. ઉલ્લેખનીય છે કે, એક તરફ રૂપાલા ભાવૂક જોવા મળ્યા તો બીજી તરફ તેમણે રાજકોટ સ્થિતનું ઘર પણ ખાલી કરતા અનેક ચર્ચાઓ જાગી છે.

ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં પોતાનું ઘર ખાલી કર્યુ છે. અમીન માર્ગ પરના બંગલાને પરશોતમ રૂપાલાએ ખાલી કર્યો છે. અત્રે જણાવીએ કે, રાજકોટના મવડી વિસ્તારમાં ફલેટમાં રહેવા માટે ગયા છે. રહેઠાણના ફેરબદલને કારણે રાજકોટની જનતામાં અનેક પ્રકારની ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *