પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું, કહ્યું અમારે ક્ષત્રિય સમાજની પણ જરૂર…

Spread the love

ક્ષત્રિયોના ઝંઝાવતી વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આજે રાજકોટમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે. પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સવારે જાગનાથ મંદિર ખાતે દર્શન કર્યા હતા. જે બાદ તેમણે સમર્થન રેલી પણ યોજી હતી. જેમા તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતા.રૂપાલાને આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ સાથ આપ્યો હતો.

જે બાદ તેમણે જનમેદનીને સંબોધન પણ કર્યુ હતુ. આ સંબોધનમાં તેમણે ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવવાની વિનંતી પણ કરી હતી.

જનમેદની સંબોધનમાં પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોને વિનંતી કરતા જણાવ્યુ છે કે, ‘મંચ પર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના અમારા આગેવોનોનું પણ હૃદયપૂર્વક આભાર માનું છું. એમનો ધન્યવાદ માનું છુ. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરવાના મતનો છું કે, અમારે આપ સૌના સાથની પણ જરૂર છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવો એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.’

પરશોત્તમ રૂપાલાએ સમર્થન રેલીમાં શક્તિ પ્રદર્શન કરીને સભાના સંબોધનમાં મત અભિયાનને પ્રચંડ વેગ આપવાનું પણ જણાવ્યુ હતુ. નોંધનીય છે કે, આ સંબોધન કાર્યક્રમમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ સંબોધનમાં રૂપાલાએ મત આપવાના અભિયાનમાં જોડાવવાની અપીલ કરી છે. આ સાથે તેમણે સભામાં ઉપસ્થિત લોકોનો નતમસ્તક થઇને આભાર માન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com