આજકાલ OYO હોટેલ અય્યાશઈના અડ્ડા બનતી જાય છે. મોટા તો ઠીક પરંતુ હવે સગીર છોકરા-છોકરીઓ પણ ઓયો હોટલમાંથી પકડાતાં હોય છે. તાજેતરમાં ઓયો હોટલમાંથી સગીર હિંદુ છોકરી મુસ્લિમ છોકરા સાથે ઝડપાઈ હતી જે પછી હોટલમાં મોટો હોબાળો મચ્યો હતો.યુપીના બદાયુમાં સતત બીજા દિવસે હિન્દુ સંગઠનોના કાર્યકરોએ પોલીસને જાણ કરી આવો કેસ પકડી પાડ્યો હતો.
#Badaun– A M… man caught having fun with a minor Hindu girl in Hotel Gra*d OYO.
Hindu Activists have saved her from entering a fridge or a suitcase and becoming statistics.
From @bhagwakrantee pic.twitter.com/jABMkYlET3— SK Chakraborty (@sanjoychakra) April 12, 2024
હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે હિન્દુ કિશોરવયની યુવતીઓને મુસ્લિમ યુવકો દ્વારા હોટલોમાં લઈ જઈને છેતરપિંડી અને શોષણ કરવામાં આવે છે. ગુરુવારે પોલીસે હોટલ પર દરોડા પાડ્યા હતા. ત્યાંથી એક હિન્દુ સગીર છોકરી અને મુસ્લિમ યુવક શારીરિક સંબંધો બાંધતા ઝડપાયાં હતા. પોલીસે હોટલને સીલ મારી દીધી છે.
હિન્દુ જાગરણ મંચના પદાધિકારીઓ નીતિન કામથાના અને જોગપાલ સિંહને માહિતી મળી હતી કે કેટલીક હિન્દુ કિશોરીઓને શાહબાઝપુરની હોટલ ગ્રાન્ડમાં લઈ જવામાં આવી છે. જેને લઈને સંગઠનના કાર્યકરો એકઠા થઈને શાહબાઝપુરની હોટલમાં પહોંચી ગયા હતા. જ્યાંથી તેમણે શહેર કોતવાલી પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ શહેર કોતવાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે હોટલને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને અંદરથી પ્રેમી યુગલને પકડી પાડ્યું હતું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ યુવતી સગીર અને હિંદુ છે. જ્યારે પકડાયેલો છોકરો મુસ્લિમ છે. પોલીસે હોટલ ગ્રાન્ડને સીલ કરી દીધી છે. પોલીસ આવે તે પહેલાં જ હોટલ સંચાલક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસની ટીમ તેમની શોધમાં છે.