ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે ભલે કાયદા નિયમો ઠરાવો આદેશો પરિપત્ર અહીંથી પસાર થતાં હોય પણ અહીંયા કાયદો વધારે હો હા થાય પછી લાગે છટક બારી અહીંથી જ નીકળે ત્યારે શહેરમાં મનપા દ્વારા પાર્કિંગ બનાવવામાં આવ્યા છે, ત્યારે વાહન ચાલકો પાર્કિંગની જગ્યામાં વાહન પાર્ક ન કરે તો વાહન ટ્રાફિક શાખા ઉપાડી જાય, મોટો દંડ ફટકારે, ત્યારે ઘ-૪ || પાસે પાર્કિંગ કરવું હોય તો ક્યાં કરવું? તે યથાર્થ પ્રશ્ન બન્યો છે બે વેપારીઓ દ્વારા થી ઘ-૪ || પાસેની ફૂટપાથથી લઈને પાર્કિંગની જગ્યામાં ૧૦ ટ્રકો ભરાઈ જાય તેટલા અનાજના થોકબંધ થેલાઓ મૂકી દેતા વાહન પાર્ક કરનારને વાહન તડકામાં અને પાર્કિંગની જગ્યાથી દૂર રોડ, રસ્તા પર વાહન પાર્કિંગ કરવું પડે છે, ત્યારે ઘણીવાર ટ્રાફિક શાખા અને મહાનગરપાલિકાની દબાણ શાખા આવે તો હો હા મચાવતી હોય છે, ત્યારે ટ્રાફિક શાખા વાહન પાર્કિંગની જગ્યામાં ગોડાઉન બનાવી દેનારા વેપારી સામે મહાનગર પાલિકા કેમ કોઈ કાર્યવાહી કરતી નથી, રોડ રસ્તા પર લારી, ગલ્લો, નાના-મોટા દબાણો ઉપાડીને લઈ જાય છે, તો અહીંયા શેટિંગ ડોટ કોમ?
ઘ-૪ || બન્યું પાર્કિંગ અનાજનું ગોડાઉન, વાહન ચાલકો રોડ, રસ્તા પર વાહન પાર્કિંગ કરવા મજબૂર, ત્યારે આ વેપારીને કેટલા દંડની જાેગવાઈ અનુસાર આટલા દિવસોમાં દંડની પહોંચ ફાટીનેથી તે તંત્ર બતાવશે ખરું?
——
ઘ-૪ || પાસે જાવ એટલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય, લોકો રોડ, રસ્તા પર ટ્રાફિક પાર્ક કરતા દેખાય, કારણ કે પાર્કિંગની જગ્યામાં અનાજના વેપારીએ ગોડાઉન બનાવી દીધું છે, તેલના ડબ્બા, અનાજ બધું સરકારી જગ્યામાં મફતમાં વાપરો, પાર્કિંગના દંડની જાેગવાઈ વાહન ચાલકો ભરશે, આ વેપારી સામે કાર્યવાહી કરવા ટ્રાફિક શાખા તથા મહાનગરપાલિકા ક્યારે મુહૂર્ત જાેવડાવશે,