Gj-૧૮ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું

Spread the love


ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ આજે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ફોર્મ ભર્યું હતું. એ પહેલાં સોનલ પટેલ સેકટર – ૨૨ ખાતેના કોંગ્રેસ કાર્યાલય સાથે પક્ષના આગેવાનો – કાર્યકરોને મળ્યા હતાં. બાદમાં અહીંથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જવા નીકળ્યા હતાં. જેઓની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી રામકિશન ઓઝા તથા રાજયસભાના સભ્ય ર્ડો. અમીબેન યાજ્ઞિક પણ ઉપસ્થિત રહ્યા હતાં.ગાંધીનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ આજે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ફોર્મ ભરવા માટે ગયા હતાં. એ પહેલાં સોનલ પટેલ સેકટર – ૨૨ ખાતેના કોંગ્રેસ કાર્યાલય સાથે પક્ષના આગેવાનો – કાર્યકરોને મળ્યા હતાં. આ અવસરે ગાંધીનગર જિલ્લા તથા શહેર કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો – કાર્યકરો, INDIA ગઠબંધનના સાથી પક્ષના કાર્યકર્તા અને આગેવાનો, જિલ્લા – તાલુકા તથા શહેરના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, NSUI , સેવાદળ સહીત વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકશાહી બચાવવાના કોંગ્રેસના અભિયાનમાં સહભાગી થવાના છે. ગુજરાતમાં હોટ સીટ ગણાતી એવી ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અને લોકસભા સાંસદ અમિત શાહની સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે. મહત્વનું છે કે ત્રીસેક વર્ષ અગાઉ અમિત શાહ અને સોનાલ પટેલ અમદાવાદના નારણપુરા કોર્પોરેશન – વિધાનસભા ચુંટણી સમયે બુથ લેવલે અલગ અલગ ઉમેદવાર માટે પ્રચાર કરતા હતા. હવે ત્રણેક દાયકાઓ બાદ અમિત શાહ અને સોનલ પટેલ ગાંધીનગર લોકસભા ચુંટણીમાં એકબીજાને હરીફ ઉમેદવાર બની ગયા છે.ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલની વાત કરીએ તો, સોનાલ પટેલ આર્કિટેક્‌ છે. તેમજ હાલમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીમાં સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. અમદાવાદના નવરંગપુરા સ્વસ્તિક સોસાયટીમાં રહેતા સોનલબેનનો હાઈસ્કુલ સુધીનો અભ્યાસ એ. જી. સ્કૂલમાં કર્યો હતો. તેઓ ૧૯૮૭ થી રાજકારણમાં સક્રિય છે. જેમણે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com