પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ અને યોગ ગુરુ બાબા રામદેવે થોડા દિવસો પહેલા ભ્રામક જાહેરાતો બદલ સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી હતી. આમ ફરી એકવાર બાબા રામદેવને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. બાબા રામદેવની પતંજલિ કંપની સામે તોલ- માપ નિયંત્રણ વિભાગે કાર્યવાહી કરી હોવાની માહિતી બહાર આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તોલ- માપ નિયંત્રણ વિભાગે યોગગુરુ બાબા રામદેવની પતંજલિ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ કેસમાં કંપનીને આશરે રૂ. સવા લાખ દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈન્દોરના ડી-માર્ટમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.
નવેમ્બર 2023માં મહેન્દ્ર જાટે કેનેડા સ્થિત ડી-માર્ટ કંપની પાસેથી પતંજલિ બિસ્કિટનું 800 ગ્રામનું પેકેટ ખરીદ્યું હતું. તેના બદલામાં 125 રૂપિયા આપ્યા. જ્યારે પેકેટનું વજન ઘટ્યું હોવાની શંકા જતા, મહેન્દ્રએ જાગૃત ગ્રાહક સમિતિને આ બાબતની જાણ કરી. સમિતિએ આ અંગે તોલ અને માપ વિભાગને ફરિયાદ કરી હતી. તપાસમાં પેકેટનું વજન 746.70 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. પેકેટમાં 53 ગ્રામ ઓછા બિસ્કિટ હતા, જેની કિંમત સાત રૂપિયા હતી. પરિણામે વિભાગે પતંજલિ અને ડી-માર્ટને નોટિસ પાઠવી હતી. ત્યાર બાદ તેણે કબૂલ્યું કે તેનું વજન ઓછું છે. તેથી, વિભાગે પતંજલિ કંપની પર 1. 20 લાખ રૂપિયા અને ડીમાર્ટ પર 20 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો.
પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ અને યોગ ગુરુ બાબા રામદેવે ભ્રામક જાહેરાતો બદલ સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગી છે. આ ઉપરાંત, બાબા રામદેવ અને બાલકૃષ્ણએ તેમની ભૂલ માટે ખેદ વ્યક્ત કરતું સોગંદનામું લીધું હતું અને ખાતરી આપી હતી કે તે ફરીથી નહીં થાય. જેમાં હવે ફરિ તેમની મુશ્કેલી વધી છે.