ગાંધીનગરનાં સેકટર – 10 સ્થિત કર્મયોગી ભવન ખાતે એચચાર ડિપાર્ટમેંટનાં પૂર્વ ડેપ્યુટી જનરલ મૅનેજરને શેર બજારમાં ટ્રેડિંગ કરવાનાં બહાને ગઠિયાઓએ 21 લાખ 25 હજારનો ચૂનો લગાવવા આવતાં ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના કુડાસણ સહજાનંદ સીટી બંગલોમાં રહેતા 51 વર્ષીય સુરેશ રામારાવ મુચીપલ્લી અગાઉ સેકટર – 10,કર્મયોગી ભવન ખાતે સિનિયર ડીજીએમ એચ.આર તરીકે સરકારી નોકરી કરતાં હતાં. જેઓએ વિદેશ જવાનું હોવાથી વિદેશ જવાનું હોવાથી માર્ચ – 2023 માં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે વિદેશ જવાનું કેન્સલ થતા હાલમાં તેઓ બીજી નોકરીની શોધમાં છે. ત્યારે 19મી ડિસેમ્બર – 2023 નાં રોજ સુરેશ રામારાવનાં મોબાઇલમાં મારલીના નામથી વોટસએપમાં જોનતાન સીઈમોન એલાઈટ પ્રોફિટ એક્સચેજ ગ્રુપમાં એડ થવા મેસેજ આવ્યો હતો.
આ ગ્રુપમાં એલિસ, ફિયોના અને જોનાતન સાઇમન નામના ત્રણ લોકોના નંબર પણ એડ હતા. બાદમાં 20 મી ડિસેમ્બરે સુરેશ રામારાવ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. અને શેર બજારમાં ટ્રેડિંગ રીલેટેડ ઓનલાઈન કલાસ શરૂ કર્યા હતા. આ દરમ્યાન જાન્યુઆરી – 2024 માં ગઠિયાએ આલ્ફએક્સિસ પ્રો.એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી હતી.જેમાં અલગ અલગ બેંકના એકાઉન્ટ નંબર પણ હતા.