અમદાવાદમાંથી વધુ એક સરકારી કર્મચારી લાંચ લેતા રંગેહાથે ઝડપાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સપેક્ટર દર્શનાબેન મોદી 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. મેડિકલ સ્ટૉર પર ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેક્ટર દર્શનાબેન લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાંથી સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી માત્ર 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે.
આજે અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેકટર લાંચ લેતા ઝડપાયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેક્ટર દર્શનાબેન મોદી 20 હજારની લાંચ લેતા ઝડપાયા છે, દર્શનાબેન મોદીએ એક મેડિકલ સ્ટૉર પર કેટલીક દવાઓ મુદ્દે ખામી કાઢી હતી, તેમને મેડિકલ સ્ટૉર પર દર્દીની દવાના પ્રિસ્ક્રિપ્શન ના રખાતા હોવાની વાત કહી હતી, અને આ પછી તેમને લાંચ માંગી હતી, ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેક્ટર દર્શનાબેને મેડિકલ સ્ટૉર પરથી એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી, પરંતુ જ્યારે તેઓ બાકીના 20 હજાર રૂપિયા લેવા પહોંચ્યા તે સમયે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સપેક્ટર સકંજામાં આવી ગયા હતા. દર્શનાબેન રંગેહાથે લાંચ લેતા ઝડપાઇ ગયા હતા.