રૂમમાંથી સીલબંધ પરબીડિયા, વોટર્સ આઈ કાર્ડ અને EVM મળી આવતાં સૌ કોઇ આશ્ચર્યમાં પડી ગયા…

Spread the love

ઈલેકટ્રોનિક વોટિંગ મશીન (EVM) અને VVPAT મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો હોવા છતાં વિપક્ષ અને મતદારોમાં હજુય EVMની વેલિડિટી (ખરાઈ) પ્રશ્ને હજુય અવઢવ પ્રવર્તે છે. આ દરમિયાન થાણેના દાદાજી કોંડદેવ સ્ટેડિયમમાં એક તૂટેલું EVM મશીન અને હજારો વોટિંગ કાર્ડ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.જિલ્લા કલેકટર અશોક શિનગારેએ મીડિયા સાથે વાતચીતમાં કન્ટ્રોલ યુનિટ મળ્યું હોવાનું કહ્યું પણ EVM વિશે સ્પષ્ટપણે કાંઈ કહેવાનું ટાળ્યું હતું.

એમના જણાવવા મુજબ પાલિકાના ડેપ્યુટી કમિશનરની માગણી પર જ્યારે ઓરડો ખોલાયો ત્યારે એમાં એક ટ્રંકમાં કન્ટ્રોલ યુનિટ પડેલુ દેખાયું.આ ઓરડામાં ગ્રામ પંચાયત, જિલ્લા પરિષદ સહિતની ભૂતકાળની વિવિધ ચૂંટણીઓને લગતા દસ્તાવેજો રખાયા છે એનું વીડિયો રેકોર્ડિંગ પણ કરાયું છે. એ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલી અપાશે. અત્યારે EVMને હાલની લોકસભા ચૂંટણી સાથે કોઈ સંબંધ ન હોવાનો ખુલાસો એમણે કર્યો હતો. ઓરડાની સુરક્ષા માટે થાણે પોલીસને ગોઠવી દેવાઈ છે.

અત્યારે દાદોજી કોંડદેવ સ્ટેડિયમનું રિપેરીંગ ચાલી રહ્યું છે. અહીં પ્રેક્ષકો માટેના સ્ટેન્ડ નીચે કેટલાંક ખાલી રૂમ્સ છે. એમાંથી એક રૂમમાં ચૂંટણી પંચ દ્વારા અમુક સામાન રખાયો છે. 2014 પછી એ ઓરડાને કોઈએ અત્યાર સુધી ખોલ્યો નહોતો. ગુરુવારે રિપેરીંગ માટે થાણે પ્રશાસનના એક અધિકારીએ ચાવીથી રૂમનું તાળું ખોલવાનો પ્રયાસ કર્યો પણ એ ખુલ્યું નહિ. જેમ તેમ કરીને તે દરવાજાને ખોલવામાં આવ્યો હતો, એટલે રૂમમાંથી સીલબંધ પરબીડિયા, વોટર્સ આઈ કાર્ડ અને EVM મળી આવ્યું હતું.એ વખતે તલાટી, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પોલીસ ત્યાં હાજર હતી. EVM મળતા બધા આશ્ચર્યમાં પડી ગયા હતા.

NCP(શરદ પવાર ગ્રુપ)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે આ રીતે EVM મળતા ઘણા પ્રશ્નો ઉભા થાય છે. ચૂંટણી માટે જેટલા EVM આવે છે એ બધા મતગણતરી પૂરી થયા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરને પાછા આપવા પડે છે. તો પછી આ EVM ક્યાંથી આવ્યું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com