પતિને પત્ની કરતાં સેક્સ ડોલમાં વધારે રસ હતો, પત્નીની કરી હત્યા, હવે આજીવન કારાવાસ

Spread the love

અમેરિકાના કંસાસમાં એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પત્નીને મારીને તેના વીમાના પૈસામાંથી 1.66 લાખની સેક્સ ડોલ (ઢીંગલી) લઈ આવ્યો હતો. ઘટના 2019ની છે પરંતુ હવે આ કેસમાં આરોપી પતિ કોલ્બી ટ્રિકલે આજીવન કારાવાસની સજા સંભળવામાં આવી છે. 2019ની સાલમાં ટ્રિકલે એવું જાહેર કર્યું હતું કે તેની 26 વર્ષીય પત્ની ક્રિસ્ટેન ટ્રિકલે કેન્સાસના હેઝમાં તેમના ઘરે પોતાને ગોળી મારી દીધી હતી.

એ પછી તરત જ હેઝ પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી ગુનાના સ્થળે પહોંચ્યાં હતા. મિસ્ટર ટ્રિકલ સાથે વાત કર્યા બાદ સાર્જન્ટ બ્રાન્ડન હૌપ્ટમેનને આ મોતમાં પતિની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

આરોપી પતિએ પત્નીની 1.66 લાખની વીમાની રકમ પડાવી હતી અને હત્યાના બે દિવસ બાદ 2,000 ડોલરમાં લાઈફ સાઇઝ સેક્સ ડોલ લઈ આવ્યો હતો. ટ્રિકલે લગભગ આઠ મહિનામાં વીમાના તમામ 120,000 ડોલર ખર્ચી નાખ્યા હતા.

આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ એવો ખુલાસો કર્યો કે પતિને પત્ની કરતાં તેની સેક્સ ડોલમાં વધારે રસ હતો. તેણે ગોળી મારીને પત્નીની હત્યા કરી નાખી હતી અને પછી નાટક એવું કર્યું કે પત્નીએ આપઘાત કર્યો છે પરંતુ તેની પોલ પકડાઈ ગઈ હતી. હવે તેને 50 વર્ષ સુધી જામીન ન મળી શકે તેવી આજીવન કારાવાસની સજા થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com