પહેલા આપણે શુદ્ધ ઘીનો આગ્રહ રાખતા હતા. પરંતુ હવે દૂધમાં થતી ભેળસેળના કારણે દૂધની શુદ્ધતા પર સવાલો ઉઠી રહ્યા છે. દૂધમાં થતી ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ત્યારે તેનાથી કેન્સર જેવા જીવલેણ રોગ પણ થઇ શકે છે. અંદાજિત ગુજરાતની પ્રજાના પેટમાં દરરોજ 30 લાખ લીટર નકલી દૂધ જઇ રહ્યું છે. ત્યારે મુખ્ય આ દૂધમાં ભેળસેળનો કાળો કારોબાર કેટલીક ખાનગી ડેરીઓમાં પણ થઇ રહ્યો છે. ત્યારે આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિશ્રામ ગૃહનુ લોકાર્પણ કર્યું હતું. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દક્ષિણ ગુજરાતથી આવતા જતા લોકો લાભ થશે. સાથે તેમણે દુધમાં થતી ભેળસેળ અંગે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુધમાં થતી ભેળસેળ ખાનગી ડેરી સંચાલકો કરી રહ્યા છે. ભેળસેળ કરનાર સામે સરકાર કાર્યવાહી કરશે. દૂધમા થતી ભેળસેળ મામલે નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખાનગી ડેરી સંચાલકો દૂધમાં ભેળસેળ કરી રહ્યા છે. ભેળસેળ કરનાર સામે સરકાર કાર્યવાહી કરશે. અમુક વિસ્તારોમાંથી મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી થશે.
સૌરાષ્ટ્રમાં દૂધમાં મોટા પ્રમાણમાં ભેળસેળનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોગ્ય વિભાગે ડેરીઓમાંથી 903 નમૂના લીધા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલેને સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. સ્થાનિકોની ફરિયાદ બાદ નીતિન પટેલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં તપાસ હાથધરી હતી.
આરોગ્ય વિભાગે 7 જિલ્લામાંથી 903 નમૂના લીધા હતા મોટાભાગની ડેરીઓમાં દૂધમાં પાણી મિલાવત કરવાની ફરિયાદ કરી હતી. દૂધમાં તેલ મિક્સ કરીને ફેટ વધારવાનો આક્ષેપ થયો હતો. ફરિયાદ બાદ સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, ભાવનગરમાં આરોગ્ય વિભાગે તપાસ હાથધરી હતી. આરોગ્ય વિભાગે સહકારી અને ખાનગી ડેરીના નમૂના લેવાયા હતા. સ્ટેચ્યુઓફ યુનિટી રોડ પર આવેલ નાના વેપારીઓના લારી-ગલ્લાને હટાવવા બાબતે DyCMએ કહ્યું કે આદિવાસીઓની રોજગારી છીનવવા સરકારનો કોઈ ઈરાદો નથી. સરકારી જમીનમા દબાણ કર્યુ છે તેને હટાવામા આવશે.