બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની જામીન અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. ન્યાયમૂર્તિ એનજે જમાદારની ખંડપીઠે આદેશ કર્યો કે ગોયલને 6 મે સુધી પ્રાઈવેટ હોસ્પિટલથી રજા આપવામાં આવશે નહીં. તેઓ કેન્સરથી પીડિત છે. હવે તેમના જામીન અંગે 6 મેના રોજ સુનાવણી થશે.
ગોયલ તરફથી રજૂ થયેલા તેમના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે તેમની સામે આરોપ ગંભીર હોઈ શકે છે, પણ જામીન સંપૂર્ણપણે માનવીય આધાર પર માંગવામાં આવી રહ્યા છે. ગોયલના પત્ની અનીતા ગોયલ કેન્સરથી પીડિત છે અને સાલ્વેએ દાવો કર્યો કે તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોએ તેમને થોડા મહિનાનું જીવન બાકી હોવાનું કહ્યું છે.
સાલ્વેએ કહ્યું કે તેઓ ઘરે પત્ની માટે એક નર્સનો ખર્ચ ઉઠાવી શકે છે. પણ ભાવનાત્મક સમર્થનની પણ જરૂર હોય છે. હવે તેઓ પોતે બીમાર થઈ ગયા છે અને તેમને પણ કેન્સર થઈ ચુકયું છે. તેમના સ્વાસ્થની સ્થિતિ પણ ખૂબ જ ચિંતાજનક છે. નરેશ ગોયલના વકીલે કહ્યું કે જોકે કલમ 45 (PMLA અધિનિયમની) જેટલી કઠોર હોઈ શકે છે એટલી કઠોર છે, તેમની માનસિક સ્થિતિને જોતા વકીલે કહ્યું કે તેમના પત્નીને ડોક્ટરોની સલાહ આપવી યોગ્ય છે, પણ તે વ્યક્તિની માનસિક સ્થિતિ અંગે વિચાર કરવો જોઈએ.
સાલ્વેએ કહ્યું કે પત્નીની સારવાર ઘણા સમયથી ચાલી રહી છે, જોકે તેમને કાળજીની જરૂર છે. તેઓ આ ઉંમરમાં પોતાની સર્જરી કરાવવા માટે નિર્ણય લેવામાં અસમર્થ છે. તેમને 1-3 મહિના માટે તેમના પત્ની સાથે રહેવા દો. તેમના પત્ની મરી રહ્યા છે ત્યારે તેમના માનસિક સ્વાસ્થની શું સ્થિતિ હશે. આ વ્યક્તિ જીવવાની ઈચ્છા ગુમાવી ચુક્યા છે.