આ વર્ષે ચોમાસું ધબધબાટી બોલાવશે, વાંચો અંબાલાલ પટેલની આગાહી….

Spread the love

ગુજરાતમાં સતત હવામાનમાં પલટો આવી રહ્યો છે. ભરઉનાળે હાલમાં વરસાદ ખાબક્યો અને ભારે પવન ફૂંકાતા અચાનક વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું. વરસાદી ઝાપટા બાદ ફરી ગરમી, ઉકળાટ અને બફારો શરૂ થઈ ગયો છે. ત્યારે હાલ જે આગાહી કરવામાં આવી છે એ જાણી તમારા હોંશ પર ઉડી જશે. જીહાં, ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ગરમ પવનની આંધી. એકદમ ગરમ હવા સાથે ગુજરાતમાં ફૂંકાશે ઝડપી પવન. આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વખતે ઉનાળો વિચિત્ર વાતાવરણ ઉભું કરશે. ક્યારેક તમને ચોમાસા જેવો અહેસાસ કરાવશે તો ક્યારેક આકાશથી ફેંકશે અગન જ્વાળાઓ.

આગામી કેટલાક દિવસ રાજસ્થાનમાં વધારે ગરમી પડી શકે છે. રાજસ્થાન અને ગુજરાતમાં ધૂળની આંધી ફૂંકાઈ શકે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપીમાં તાપમાન વધતા ગરમીનો પારો ઊંચો રહી શકે છે. બુધવારથી શનિવાર સુધી ઉત્તર ભારતનાં કેટલાક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. ગરમ પવન અને ભેજ વધવાથી ચક્રવાત ફૂંકાઈ શકે છે.

ઉલ્લેખનીય છેકે, દેશમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે. લોકો અંગ દઝાડતી ગરમીથી ત્રાહિમામ્ પોકારી ગયા છે ત્યારે હવામાન ખાતા દ્વારા લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થવાનાં એંધાણ છે. નૈઋત્યનું ચોમાસુ આ વર્ષે ૧૯મી મેથી આંદામાન નિકોબારમાં દસ્તક દઈ શકે છે. જે આગળ વધીને ૧ જૂનનાં રોજ તે કેરળનાં કાંઠે આવી પહોંચશે અને પછી દેશનાં અન્ય ભાગોમાં વિસ્તરશે. સામાન્ય રીતે આંદામાન નિકોબારમાં ચોમાસુ ૨૨મી મે પછી શરૂ થતું હોય છે પણ આ વર્ષે તે ૩ દિવસ વહેલું શરૂ થઈ શકે છે.

આ વર્ષે દેશમાં ચોમાસાનું વહેલું આગમન થશે
19મી મેથી આંદામાન નિકોબારમાં ચોમાસું દસ્તક દેશે
1 જૂને ચોમાસું કેરળના કાંઠે આવી પહોંચશે
કેરળ બાદ દેશના અન્ય ભાગોમાં ચોમાસાનું આગમન થશે
દેશમાં આ વર્ષે સામાન્ય કરતા વધારે વરસાદ પડવાના એંધાણ
10 જૂને મહારાષ્ટ્ર, 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું બેસશે
15 જૂન સુધીમાં MP,છત્તીસગઢ,ઝારખંડ,બિહારમાં ચોમાસું આવશે
દરિયાઈ વિસ્તારમાં આગામી કેટલાક દિવસ ધૂળની ડમરીઓ જોવા મળશે.ગરમ પવન અને ભેજ વધવાથી ચક્રવાત ફૂંકાઈ શકે છે.

દેશમાં અલ નિનોની અસર નબળી પડી રહી છે. લા નિનાની અસર સક્રિય થઈ રહી છે જે સારા ચોમાસાની આલબેલ પોકારે છે. દેશમાં આ વર્ષે સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. ૧ જૂને તે કેરળમાં આવી શકે છે. ૧૦મી જૂને મહારાષ્ટ્રમાં અને ૧૫મી જૂન સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં પહોંચી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દરિયાઈ વિસ્તારોમાં આગામી કેટલાક દિવસ તોફાની આંધી અને ધૂળની ડમરીઓ જોવા મળી શકે છે. ખાસ કરીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ તેમજ તાપમાન ઊંચું રહેત વરસાદની સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે દર વર્ષે 22 મી મે સુધીમાં આંદામાન નિકોબારમાં ચોમાસાનું આગમન થતું હોય છે. આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન વહેલું થઈ શકે છે. અંદાજે 19 મી મેથી આંદામાનમાં ચોમાસુ દેશમાં દસ્તક દઈ શકે છે. સાથે જ હવામાન વિભાગે એ પણ ઈશારો કર્યો છેકે, આ વર્ષે દેશમાં સામાન્ય કરતા વધારે વરસાદ પડી શકે છે. જેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com