આ એક મિડલ ક્લાસ મહિલાનો બળાપો છે,..અને હોય જ ને, 12 દિવસમાં વિજળીનું બિલ 2,000 રૂપિયા આવે તો કોઈને પણ તકલીફ થાય.
સરકાર વિજ ચોરી અટકાવવા માટે સ્માર્ટ મીટર લાવી રહી છે અને દેશ ભરમાં સ્માર્ટ મીટર લગાવવા માટે પ્રયાસ કરી રહી છે, જેમાં લોકોએ રિચાર્જ કરવું પડશે અને રિચાર્જ પૂરું થાય એટલે લાઈટ જતી રહેશે. ત્યારે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા લગાવવામાં આવતા સ્માર્ટ મીટરમાં અધધ બિલ આવતાં લોકો ગુસ્સે થઈ રહ્યાં છે.
આ વિડીયોમાં મહિલા એ જ વાત કરી રહી છે કે, માત્ર 12 દિવસમાં રૂપિયા 2,000 નું રિચાર્જ નું કરવું પડે તો અમારે ખાવું શું ?, પહેલાં જે મીટર હતાં એ બરોબર હતાં, નવાં સ્માર્ટ મીટર તો લોકોને જીવવા પણ નહીં દે, મહિલા તેનાં પુત્રને હોસ્પીટલથી ઘરે લઇને આવે છે અને ઘરે શું ઘટનાં બને છે તે વર્ણવી રહી છે, જુઓ વીડિયો…