હવે ડાયરા નહીં, શિક્ષણ, સામાજિક સંસ્થાના વાયરા, ક્ષત્રિય સમાજની પહેલ, વિકાસની લહેર,

Spread the love

સામાજિક પ્રસંગે ડાયરા યોજીને લાખો રૂપિયા ઉડાવતા ક્ષત્રિયો હવે સામાજિક સંસ્થાઓમાં નાણા વાપરશે

કલાકારો પાછળ લાખો રૂપિયાની ઘોળ કરવાના બદલે સામાજિક સંસ્થાઓમાં પૈસા વાપરવાનો ર્નિણય

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી અભદ્ર ટિપ્પણી સામે શરૂ થયેલું આંદોલને મોટુ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભાજપની સામે મેદાને ઉતરેલ ક્ષત્રિય સમાજે પોતાની એકતાના દર્શન કરાવી ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવાનો ર્નિણય લીધો હતો હવે મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે ક્ષત્રિય સમાજે ફરી એક નવો ચીલો પાડી ડાયરા બંધ કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
રાજકોટ લોકસભાના ઉમેદવાર સામે ૪૫ દિવસ સુધી ક્ષત્રિય સમાજે અસ્મીતા આંદોલન ચલાવ્યું હતું જેમાં જુદા જુદા સમાજે ટેકો જાહેર કરી આંદોલનમાં જાેડાયા હતાં. ૪૫ દિવસ સુધી ચાલેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજનાં ટેકામાં એક પણ ડાયરાના કલાકારો આવ્યા નહોતા જેના કારણે સોશ્યલ મીડિયામાં ‘બોય કોટ ડાયરા’ના મેસેજ વાયરલ થયા હતાં. ક્ષત્રિય સમાજનું આંદોલન મતદાન પૂર્ણ થતાં જ પુરુ થઈ ગયું છે ત્યારે હવે ક્ષત્રિય સમાજે એક નવો ચીલો પાડયો છે જેમાં ડાયરા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરી કલાકારો પાછળ ઘોર કરવાના બહાને લાખો રૂપિયા ઉડાવી દેતા હોય છે. જે રૂપિયા અને સમયનો વ્યય થતો હોવાનું અને કલાકારો ખરા ટાણેજ ક્ષત્રિય સમાજની બાજુમાં ઉભો નહીં રહેતાં હવે ડાયરા બંધ કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ક્ષત્રિય સમાજ દ્વારા સોશ્યલ મીડિયાના તમામ ગ્રુપમાં લોકડાયરા પાછળ પૈસાનો વ્યય કરવાને બદલે હવે રાજપૂત સમાજની સામાજિક સંસ્થાઓ અને ક્ધયા કેળવણી પાછળ ખર્ચ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે અને ડાયરાના બદલે લાખો રૂપિયા સામાજિક સંસ્થાઓને દાન કરવાની પહેલ કરવામાં આવી છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં ટૂંક સમયમાં ક્ષત્રિય સમાજની ક્ધયાઓ માટે સંકુલ પણ બનાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

બોક્સ

રાજકારણમાં ગણ્યા ગાંઠયા રાજપૂત સમાજના આગેવાનો છે હવે આવનારા વર્ષોમાં નવું જનરેશન જે ટેકનોલોજી વાળું આવી રહ્યું છે, ધંધા, રોજગાર અને વિદેશમાં સૌથી વધારે રાજપૂત સમાજે વિકાસ કર્યો છે, રૂપાલાના નિવેદન બાદ એક માહોલ પાવરફુલ ઉભો થયો છે ત્યારે પ્રગતિના પંથે અને હવે રાજકારણમાં નવી મહિલાઓની પણ એન્ટ્રીઓ થાય તો નવાઈ નહીં, રાજપૂત સમાજમાં એક મોટામાં મોટું કામ અનેક નવ યુવાનો ભણતરમાં કાઠું કાઢ્યું છે પણ ખાસ વિદેશોમાં પણ નામ કમાયું છે ઉચ્ચ અધિકારીઓની પોસ્ટ માટે સ્પર્ધાત્મક કલાસીસોમાં ભણવાનો જુવાળ આવ્યો છે, ત્યારે પ્રગતિના પંથે આ સમાજ પૂરપાટ વેગે દોડવાનું કારણ ક્રાઇમ રેકોર્ડ ૧૦% પણ નથી કારણકે હવે ક્રાઈમના રેકોર્ડ બીજા સમાજના વધ્યા છે, દારૂ, જુગાર આ બધા કેસોમાં દસ વર્ષનો રેકોર્ડ તપાસવામાં આવે તો રાજપૂત સમાજ ૧૦% પણ નહીં, અન્ય સમાજનો રેકોર્ડ વધ્યો છે, તથા ખેતરોમાં દારૂ પકડાયો, જુગાર રમતા પકાડાયા તે કોણ? રાજપૂત સમાજની વિકાસની અને આવનારા સમયમાં રાજકારણમાં પીપૂડી નહીં પીપુડો ડીજે વાગશે.રાજપૂત સમાજ હવે તલવારબાજી નહીં પણ બુદ્ધિપૂર્વક સિસ્ટમથી લડશે, જ્યાં લોકોના મગજ બંધ થઈ જાય ત્યાં દરવાજા બાપુ જ ખોલે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com